ડાયાબિટીસ અને ઓછો ઓક્સીજન હોવા છતાં સિવિલમાં દાખલ હંસાબેન પટેલે માત્ર 10 દિવસમાં કોરોનાને હરાવ્યો

Published on: 10:58 am, Tue, 4 May 21

રાજ્યમાં કોરોના મહામારી સામેની બીજી લહેર સામે લોકોની અને કોરોના વોરીયર્સની જંગ જારી છે. હાલ રાહતના સમાચાર એ છે કે, કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો હોવા છતાં મોટી માત્રામાં દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે જઈ  રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, કોરોનાનું જોખમ સૌથી વધુ 45 થી વધુની ઉંમરના લોકોને વધારે છે અને આ ઉંમરના લોકોને કોરોનાને હરાવવો ખૂન જ મુશ્કેલી ભર્યું સાબિત થઇ રહ્યું છે પરંતુ આવા સંજોગો વચ્ચે ઘણા એવા દાખલાઓ પણ સામે આવ્યા છે જેમણે આ ઉંમરે પણ કોરોનાને હરાવ્યો હોય.

હાલ આવો જ એક કિસ્સો નવસારી જીલ્લામાંથી સામે આવ્યો છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામના એક મહિલાએ ડાયાબીટીસ હોવા છતાં કોરોનાને માત આપી લોકોને પ્રેરણા પૂરી પાડી છે. સિનીયર સિટીઝન 62 વર્ષીય હંસાબેન ઠાકોરભાઈ પટેલે પૂરતાં આત્મવિશ્વાસ સાથે કોરોના સામે વિજય મેળવ્યો છે. એટલું જ નહિ પરંતુ હંસાબેન પોતે ડાયાબિટીસના પણ શિકાર હતા, તેમછતાં તેમને હિંમત ન હારી અને છેવટે તેણે કોરોનાને હરાવ્યો હતો. નવી સિવિલમાં ૧૦ દિવસની સારવાર બાદ હંસાબેને કોરોનાને હરાવ્યો હતો. હંસાબેનનો પુત્ર દુબઈમાં રહે છે, પરંતુ તેમના માટે પણ આ પ્રસંગ ખુબ આનંદદાયી બન્યો હતો અને ઘરે પાછા ફરતા આ પટેલ પરિવારના ઘરમાં ખુશીનો માહોલ છવાયો હતો.

હંસાબેન પટેલ જણાવતા કહે છે કે, મને તારીખ 17 એપ્રિલના રોજ તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને મેં RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. RTPCR ટેસ્ટ પોઝિટીવ આવતા તારીખ 8 નાં રોજ પરિવારના સભ્યો દ્વારા નવસારીની એક હોસ્પિટલમાં મને દાખલ કરી હતી. અહિયાં સારવાર દરમિયાન કોઈ સુધારો થતો નહોતો અને સાથે સાથે ઓક્સીજન પણ સતત ઘટવા લાગ્યું હતું અને 85 થી 89 થઇ ગયું હતું.

હંસાબેનની આ પરીસ્થીતી જોઇને પરિવારજનો ચિંતાતુર બની ગયા હતા અને પરીવારે મને 21 એપ્રિલના રોજ નવી સિવિલમાં દાખલ કરી હતી. સિવિલમાં દાખલ કરતા જ તારીખ 21 થી 25 એમ પાંચ દિવસ સુધી બાયપેપ પર રાખી હતી. આ સારવારમાં મને શ્વાસ લેવામાં થોડી રાહત મળી હતી અને ત્યાં મળતી સારવારથી મારી તબિયતમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો હતો. આખરે તારીખ ૨૬ એપ્રિલના રોજ મને નોર્મલ રૂમમાં રાખી હતી.

આ સાથે સાથે જ હંસાબેન જણાવતા કહે છે કે, સિવિલની હું ખુબ જ આભારી છું, મારા આટલા વહેલા સ્વસ્થ થવા પાછળ આ નવી સિવિલના ડોકટરોએ અને અન્ય સ્ટાફે ઘણી મદદ કરી છે. સાથે સાથે હંસાબેને જણાવ્યું હતું કે, ખરેખર હું તેમની ખુબ જ આભારી અને કૃતજ્ઞ છું, કારણ કે તેઓએ સતત મારા પર દેખરેખ રાખી હતી અને નિયમિત તપાસ, સમયસરની સારવાર, યોગ્ય સંભાળથી હું કોરોના સામેની જંગ જીતી શકી છું. ફક્ત ૧૦ જ દિવસમાં મને કોરોના મુક્ત કરનાર પીડિયાટ્રીશ્યન વિભાગના તબીબ ડૉ.વિવેક ગર્ગ, ડૉ.હેમાંગિની પટેલ, ડૉ.આદિત્ય ભટ્ટ, ડૉ,સ્નેહા પુરોહિત, ડૉ.આકાશ સ્વેન, ડૉ.અનિરુદ્ધનો હું દિલથી અભાર વ્યક્ત કરું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.