સાત વર્ષના બાળકને એકાએક થવા લાગી લીલા રંગની ઉલટી, ડોકટરે પેટનું ઓપરેશન કરીને જોયું તો…

હાલ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક 7 વર્ષીય બાળકના પેટમાંથી એવી વસ્તુ મળી આવી કે, જે જાણીને ડોકટરો પણ ચોકી ઉઠ્યા હતા.…

હાલ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક 7 વર્ષીય બાળકના પેટમાંથી એવી વસ્તુ મળી આવી કે, જે જાણીને ડોકટરો પણ ચોકી ઉઠ્યા હતા. મૂળ રાજસ્થાન (Rajasthan)ના વતની પ્રેમજીભાઈ નામના વ્યક્તિ હાલ અમદાવાદ (Ahmedabad)ના રહેવાસી કેટરિંગનું કામકાજ કરી જીવન ગુજારે છે. તેમનો સાત વર્ષ નો દીકરો ધોરણ 2માં અભ્યાસ કરે છે. આ દીકરાએ રમત રમતમાં એવી ભૂલ કરી નાખી છે કે, તેનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો.

જાણવા મળ્યું છે કે, પ્રેમજીભાઈના સાત વર્ષના દીકરાએ રમત રમતમાં અંદાજે 14 જેટલા મણકા ગળી લીધા હતા. આ મણકા સામાન્ય નહીં, પરંતુ મેગ્નેટિક મણકા હતા. જે ચુંબકીય શક્તિ ધરાવતા હતા અને એકબીજા સાથે ચોંટેલા રહેતા હતા. આ મણકા તે ગળી જવાને કારણે તેના પેટમાં ભારે ગરબડ સર્જાઈ હતી.

શરીરના જુદા-જુદા અંગોમાં મેગ્નેટિક મણકા ચોકી ગયા હતા. જેને કારણે આંતરડામાં સાત જેટલા કાણા પણ પડી ગયા હતા. જેને પગલે બાળક ને ધીમે-ધીમે પેટમાં દુખવા લાગ્યું હતું તેમજ તે લીલા કલરની ઉલટી પણ કરવા લાગ્યો હતો. આ જોઈ પરિવારને ખુબ જ આંચકો લાગ્યો હતો. કારણ કે લીલા કલરની ઉલટી કોઈ સામાન્ય વ્યક્તિને થતી નથી. એટલા માટે તેઓ ખૂબ જ ચોકી ઉઠ્યા હતા.

ત્યારબાદ તાત્કાલિક આ બાળકને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જાણ થઈ કે, આ બાળક મણકા જેવી કોઈ ચીજ વસ્તુને ગળી ગયો છે. આ જાણકારી મળતાની સાથે જ તેને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ મણકાની લાઈન જ્યારે બાળકનું એક્સરે કઢાવવામાં આવ્યો ત્યારે તેમાં દેખાઈ આવી હતી. જ્યાં ડોક્ટરની મહામહેનતે હાલ આ બાળક સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનાને લઈને અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટર રાકેશભાઈ જોશીએ જણાવ્યું કે કોઈ બાળક મેગ્નેટિક મણકા ગળી ગયું હોય અને તેનું ઓપરેશન કરવાનું હોય આવો મામલો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પ્રથમવાર સામે આવ્યો હતો અને તે ખૂબ જ ગંભીર મામલો પણ સાબિત થયો છે. હાલ આ બાળક બિલકુલ સ્વસ્થ છે. બાળકના પરિવારજનોએ ડોક્ટરોનો ખૂબ જ આભાર માન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *