બુટલેગરે દારૂને સંતાડવા માટે અપનાવી ‘પુષ્પા’ સ્ટાઈલ, એવો કીમ્યો અપનાવ્યો કે… – પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ

Published on Trishul News at 5:09 PM, Tue, 11 April 2023

Last modified on April 11th, 2023 at 6:14 PM

ગુજરાત(GUJARAT): દારૂ (Alcohol) નું વેચાણ કરવા માટે બુટલેગર (Bootlegger) તેમજ દારૂનો જથ્થો પહોંચાડનાર ખેપિયાઓ પોલીસ (Police) થી બચવા માટે નતનવી તરકીબો અજમાવતા રહેતા હોય છે ત્યારે હવે સાયબર કાફે (Cybercafe) માં બનાવટી ઇનવોઇસ બનાવીને ટ્રાન્સપોર્ટ મારફતે સુરતમાં વેચાણ કરવાનો બુટલેગરનો નવો કીમિયો સામે આવ્યો છે.

સુરત જીલ્લા પોલીસને (Surat Police) માહિતી મળતા જ પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમ્યાન ધામદોડ ગામની સીમમાં આવેલી ભગવતી ડેરી ફાર્મની પાછળની બાજુએ સુમસાન જગ્યામાં અંડર ગ્રાઉન્ડ ટેંકમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂપિયા 20.88 લાખની મત્તા જપ્ત કરી છે. તેમજ ઘટનામાં પોલીસે દારૂનો જથ્થો મગાવનાર અને દારૂનો જથ્થો લેનાર 8 લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોસંબા પોલીસને માહિતી મળી હતી કે, અમદાવાદથી સુરત જતા રોડની ડાબી સાઈડે આવેલી ભગવતી ડેરી ફાર્મની બાજુમાં આવેલી બાવળોવાળી ખુલ્લી જગ્યામાં કીમ ગામના રહેવાસી દિવ્યેશ હરેશ કાલસરિયાએ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે અને એક્સયુવી ગાડીમાં દારૂનો જથ્થો લઈ જઈ ભરૂચ જિલ્લાના બૂટલેગરોને આપવાનો છે.

પોલીસને મળેલી માહિતીના આધાર પોલીસે અલગ-અલગ ટીમ બનાવી દરોડો પાડ્યો હતો. પોલીસે અહીં દરોડો પાડ્યો ત્યારે પોલીસથી દારૂના જથ્થાને બચાવવા બૂટલેગર દ્વારા જમીનમાં સંતાડી દેવામાં આવ્યો હતો. જોકે પોલીસે ખેતરમાં જમીન ખોદીને સંતાડવામાં આવેલા અંડર ગ્રાઉન્ડ ટેન્કને શોધી કાઢી હતી. જેમાંથી લાખોનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો.

પોલીસે ઘટના સ્થળથી રૂ.5 લાખની કિંમતની એક્સયુવી ગાડી તેમજ રૂૂ.15.88 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂ.20.88 લાખની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનામાં પોલીસે દારૂનો જથ્થો મગાવનાર દિવ્યેશ હરેશભાઈ કાલરિયા તેમજ દારૂનો જથ્થો લેનાર ભરૂચ જિલ્લાના કિશન મના વસાવા, રોહિત મના વસાવા, ધ્રુવકુ નિલેશ પટેલ, હરેશ પ્રભુ વસાવા, વિજય દલપત વસાવા, કિશન અશોક ચૂડાસમા, ચંદ્રેશ ઉર્ફે ચંદ્રો કરસન વસાવા મળી કુલ 9 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Be the first to comment on "બુટલેગરે દારૂને સંતાડવા માટે અપનાવી ‘પુષ્પા’ સ્ટાઈલ, એવો કીમ્યો અપનાવ્યો કે… – પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ"

Leave a comment

Your email address will not be published.


*