કડીમાં નિતિન પટેલને અડફેટે લીધા બાદ આજે CM ભૂપેન્દ્ર પટેલના કાફલામાં ઘુસ્યા આખલા – જુઓ વિડીયો

રખડતા ઢોરો (cattle)નો આંતક અવાર નવાર સામે આવતો જ રહે છે. રાજ્યભરમા રસ્તા પર રખડતા ગાય-આખલાઓને કારણે અવાર-નવાર અકસ્માત(accident) સર્જાતા હોય છે. ત્યારે કડી (Kadi)માં…

રખડતા ઢોરો (cattle)નો આંતક અવાર નવાર સામે આવતો જ રહે છે. રાજ્યભરમા રસ્તા પર રખડતા ગાય-આખલાઓને કારણે અવાર-નવાર અકસ્માત(accident) સર્જાતા હોય છે. ત્યારે કડી (Kadi)માં આયોજીત તિરંગા યાત્રામા ઉપસ્થિત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ (Former Deputy CM Nitin Patel)ને રખડતા ઢોરે હડફેટે લેતા તેઓએ હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી.

આ સિવાય વધુમાં ગઈકાલે શનિવારે પોરબંદરમાં પણ હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત શહેરમાં પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કોન્વે અને રેલી દરમિયાન વચ્ચે બે આખલાઓ ઘુસી ગયા હતા. જો કે પોલીસે સમયસૂચકતા દાખવતાં કોઈ અકસ્માત નહોતો સર્જાયો. આવી ઘટનાઓ ખુબ જ વધતી જાય છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

મુખ્યમંત્રીના કાફલામા આખલા ઘુસી આવ્યાની ઘટના બની:
જાણવા મળ્યું છે કે, મુખ્યમંત્રી જ્યારે તિરંગા યાત્રા પૂર્ણ કરી પોતાના કોન્વે સાથે જઇ રહ્યા હતા. આ દરમિયાન યુગાન્ડા રોડ પર આ ઘટના બની હતી. જો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કોન્વે અને રેલીમાં આ આખલાઓ અથડાયા નહીં હોવાથી અકસ્માત ટળ્યો હતો.

મુખ્યમંત્રીના કાર્યક્રમના રૂટ પર રખડતા પશુઓને દુર કરવા માટે પોરબંદર નગરપાલિકા દ્વારા શેરી-વિસ્તારોમાં ખાસ માણસો મુકવામાં આવ્યા હતા, જેથી કરીને રખડતા પશુઓ મુખ્યમંત્રીના કાર્યક્રમના રૂટ પર ના આવી શકે, તેમ છતા પણ મુખ્યમંત્રીના કાફલામા આખલો ઘુસી આવ્યાની ઘટના બનવા પામી હતી.

આખલાઓ અથડાયા નહીં હોવાથી અકસ્માત ટળ્યો:
સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરોનો આંતક જોવા મળતો હોય છે. ત્યારે રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ પોરબંદર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં રેઢીયાળ ઢોર રસ્તે રઝળતા જોવા મળી રહે છે. રેઢીયાળ ઢોર દ્રારા આ પ્રકારના અનેક બનાવો બન્યા છે, જેમાં અનેક લોકોના જીવ ગયા છે તો કેટલાય લોકોને ઈજાગ્રસ્ત કર્યાના બનાવો બની ચુક્યા છે.  જો કે આ ઘટનામાં તો આખલાઓ અથડાયા નહીં હોવાથી અકસ્માત ટળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

One Reply to “કડીમાં નિતિન પટેલને અડફેટે લીધા બાદ આજે CM ભૂપેન્દ્ર પટેલના કાફલામાં ઘુસ્યા આખલા – જુઓ વિડીયો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *