ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ સળગતી ચિતા- ગાંડાતૂર વહેણમાં વહેવા લાગ્યો મૃતદેહ

ગુજરાત (Gujarat)માં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. જેને પગલે નદી, તળાવ બે કાઠે વહી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા (Sabarkantha)ના વિજયનગર (Vijayanagar)માં ભારે વરસાદને પગલે નદીમાં…

ગુજરાત (Gujarat)માં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. જેને પગલે નદી, તળાવ બે કાઠે વહી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા (Sabarkantha)ના વિજયનગર (Vijayanagar)માં ભારે વરસાદને પગલે નદીમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. આ દરમિયાન વિજયનગરની હાથમતી નદીમાં એક ઘટનાએ સમગ્ર લોકોને ચોકાવી નાખ્યા હતા. નદી પાસે એક સ્માશન ગ્રુહમાં અંતિમ વિધિ ચાલી રહી હતી. અંતિમ સંસ્કાર(Funeral) દરમિયાન અચાનક નદીમાં પુર આવતા સળગતી ચિતા સહિત મૃતદેહ તણાયો હતો. જેના કારણે અંતિમ સંસ્કારની વિધિ સંપન્ન થઈ શકી ન હતી. કેટલાક સ્થાનિકોએ પુલ પરથી આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

અડધો મૃતદેહ અગ્નિ સાથે જ પાણીમાં વહી ગયો:
મળતી માહિતી અનુસાર, વિજયનગરના પરવઠ ગામ નજીક મંગળવારે સાંજે ગામના 90 વર્ષીય નિવૃત આચાર્ય નાનજી સાજા ડામોરનું સોમવારે સાંજે 4 વાગે મૃત્યુ નીપજ્યું હતું. જે પરવઠ પ્રાથમિક શાળામાં આચાર્ય હતા ત્યાર બાદ નિવૃત થયા હતા.

જાણવા મળ્યું છે કે, તેમનો દીકરો કલોલ નજીક ખાનગી સ્થળે નોકરી કરે છે, જેને જાણ કરતા મોડી રાત્રે આવી પહોચ્યો હતો. મંગળવારે બપોરે 11.30 વાગે તેમની સમાજના રીતી રીવાજ મુજબ સ્મશાન યાત્રા ઘરેથી નીકળી હતી. અને ગામની સીમમાંથી પસાર થતી હાથમતી બ્રીજ નીચે અંતિમસંસ્કાર કર્યા હતો. દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીમાં અચાનક પાણી આવતા અંતિમક્રિયા કર્યા બાદ અડધો મૃતદેહ અગ્નિ સાથે જ પાણીમાં વહી ગયો હતો.

ગંગા નદીમાં તણાયેલા મૃતદેહો યાદ આવી ગયા:
આ પહેલા ગંગા નદીમાં કોરોનાની બીજી લહેર દરમિયાન અનેક મૃતદેહ તણાયા હોવાની ભયાનક તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી હતી. ત્યારે આજે સાબરકાઠા જિલ્લાના વિજનગરની હાથમતી નદીમાં જોવા મળ્યું છે. ભારે વરસાદને પગલે હાથમતી નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. જેને પગલે હાથમતી નદીના કિનારે આવેલા એક સ્મશાન ગ્રુહમાં એ સમયે અંતિમ વિધિ થઈ રહી હતી. ચિતાને અગ્નિદાહ આપ્યો જ હતો ને અચાનક નદીના ધસમસતા વહેણ સ્માશનગૃહમાં ઘુસી ગયા હતા. આ વહેણમાં સળગતી ચિતા તણાઈ ગઈ હતી.

સાબરમતી નદી બે કાંઠે વહેતી જોવા મળી:
ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા પોશીનાના દેલવાડા ગામ નજીકથી પસાર થતી સાબરમતી નદી બે કાંઠે વહી હતી.તો ખેડબ્રહ્માના ખેરોજ પાસે પણ સાબરમતી નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. જેને લઈને ધરોઈ જળાશયમાં 2 હજાર ક્યુસેક પાણીની આવક શરૂ થઇ હતી. તો બીજી તરફ ઉપરવાસમાં વરસાદ વરસતા હાથમતી જળાશયમાં પાણીની આવક શરૂ થઇ હતી અને 5400 ક્યુસેક પાણીની આવક શરૂ થઇ હતી. તો વિજયનગરના હરણાવ જળાશયમાં 900 ક્યુસેક પાણીની આવક શરૂ થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *