પુર ઝડપે આવી રહેલી કારે કાબુ ગુમાવતા બાઈક ચાલક સાથે થયો ગંભીર અકસ્માત- વિડીઓ જોઇને હચમચી જશો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ગંભીર અકસ્માતનો વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે હચમચી જશો.

વિશ્વમાં દિવસ દરમિયાન અનેક માર્ગ અકસ્માતો થાય છે. આ માર્ગ અકસ્માતનની ઘટનાઓ ના વિડીઓ સામે આવે છે. આ વિડીઓ જોઇને કોઈ પણ લોકો હચમચી જાય છે. ત્યારે હાલમાં જ એક વિડીઓ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. જે વિડીઓમાં એક કાર ચાલકે બે બાઈક વાળાને ટક્કર મારી હતી. આ ઘટનામાં કાર બાઈકને ટક્કર માર્યા બાદ આગળ નીકળી ગઈ હતી. કારચાલક ટક્કરને કારણે ઈજા પહોચેલી વ્યક્તિને જીવંત છે કે નહિ તે પણ જોવા ઉભો રહ્યો ન હતો.

હાલમાં આ ઘટનાનો વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના તમિલનાડુની હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તમિલનાડુના સલેમ જીલ્લાના હાઈવે પર બે બાઈક મારફતે યુવકો કલ્લાકુચીથી તેમના વતન પલાની તરફ જઈ રહ્યા હતા. ત્યારે એક   ઝડપી કારના શિકાર બન્યા હતા. કારની ટક્કર એટલી જોરદાર હતી કે  યુવક અને તેમની બાઈક સાથે રસ્તા પર ઘસડાયો હતો અને બાઈકના કચકડા બોલી ગયા હતા.

કાર બાઈક સાથે ટકરાતા બાઈકના કચકડા બોલી ગયા હતા અને બાઈક રસ્તા પર ઘસડાઈ હતી અને બાઈકમાં સવાર બંને યુવકો રસ્તા પર પડી ગયા હતા અને થોડે સુધી ઘસડાયા હતા. આ ગંભીર અકસ્માત બાદ ત્યાં ઉપસ્થિત પસાર થતા લોકો તેમની મદદ કરવા માટે દોડી આવ્યા હતા. લોકો બંને યુવકોને નજીકની હોસ્પીટલમાં સારવાર હેઠળ લઇ ગયા હતા. હાલમાં આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *