રીપેરીંગ દરમિયાન વીજતાર અડી જતા દંપતીનું મોત, ત્રણ સંતાનોએ નાની ઉંમરે ગુમાવી માતા-પિતાની છત્રછાયા

હાલમાં જ એક દુર્ઘટના (mishap)ના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, બીલીમોરા(Billimora) નજીકના તલોધ(Talodh) ગામે પતિ-પત્નીના એક જ સાથે મોત નીપજ્યા છે. મોન્સૂન(Monsoon) પહેલાં…

હાલમાં જ એક દુર્ઘટના (mishap)ના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, બીલીમોરા(Billimora) નજીકના તલોધ(Talodh) ગામે પતિ-પત્નીના એક જ સાથે મોત નીપજ્યા છે. મોન્સૂન(Monsoon) પહેલાં ઘરની છતનું રિપેરીંગનું કામ કરતી વખતે લોખંડની એંગલ નાંખતા હતા. એ દરમિયાન કપાયેલો જીવંત વીજવાયર(Electric wire) આ એંગલને અડી જતા તેનો જોરદાર કરંટ લાગતા પતિ પત્નીના મોત નિપજ્યાં હતા. આ બનાવને પગલે ત્રણ સંતાનના માથેથી માતા પિતાનું છત છીનવાયું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મૃતકના નામ દિલીપભાઈ ભગવાનભાઈ ભીડભીડીયા (ઉ.વ.39) અને સંગીતાબેન દિલીપભાઈ ભીડભીડીયા (ઉ.વ.39) છે. તેઓ બીલીમોરા નજીકના તલોધ ગામે દેવીપૂજકવાસમાં રહે છે. ચોમાસું નજીક આવતા બંને ઘરના છતની એંગલનું કામ કરી રહ્યાં હતા. આ દરમિયાન બપોરે 12 વાગ્યાના અરસામાં ઘરમાં લાકડા કાઢીને લોખંડની એંગલ બેસાડવાનું કામ હાથ ધર્યું હતું. તેઓ ડ્રિલિંગ કરી બાથરૂમ પાસે એંગલ નાંખી રહ્યાં હતા ત્યારે કોઈ જીવંત વીજતાર છૂટો પડ્યો હશે. પતિ-પત્ની આ બાબતથી અજાણ હતા. તેઓ બાથરૂમ પાસે કામ કરતા હતા.

આ દરમિયાન બાથરૂમ તરફથી સંગીતાબેને અને બહારની તરફથી દિલીપભાઈએ એંગલ પકડી હતી. તેઓ એંગલ બેસાડી રહ્યાં હતા. આ સમયે ત્યાં નજીક છૂટો પડેલો કપાયેલો જીવંત વીજતાર સંગીતાબેન અને દિલીપભાઈ જે એંગલ નાંખી રહ્યાં હતા. ત્યારે સંગીતાબેન બાથરૂમ તરફથી એંગલ પકડી હતી ત્યાં નીચે ભીનું હતું. તેથી વીજતાર તેને અડી ગયો હતો. જેના કારણે જોરદાર કરંટ લાગતા પતિ-પત્ની ત્યાં જ ઢળી પડ્યા હતા. આ ઘટના સમયે દિલીપભાઈનો ભાઈ નજીકમાં હાજર હોવાથી તેણે તુરંત વીજતારને એંગલના સંપર્કથી છૂટો કર્યો હતો. જેથી પતિ-પત્ની એંગલથી છૂટા પડયા હતા.

કરંટથી ઘાયલ દિલીપભાઈ અને સંગીતાબેનને રિક્ષામાં મેંગુષી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડો. આશિષભાઈ અનાજવાળાએ તેમની તપાસ કરી મૃત જાહેર કર્યા હતા. આ પછી ડોક્ટરે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં તલોધ ગામના સરપંચ ગુલાબભાઈ પટેલ અને વિપુલભાઈ પટેલ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતાં. આ બનાવમાં મૃતક પરિવારના બાળકોને જે કોઈ આર્થિક સહાય કે અન્ય કોઈ લાભો મળવાપાત્ર હોય તે માટે સરપંચ અને ઉપસરપંચે તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ ઘટનાની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરિવારજનોએ પોલીસ ફરિયાદ આપવાની ના પાડતા ફરિયાદ નોંધાઇ ન હતી.

બાળકો હવે તેમના કાકાના ભરોસે:
આ બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમજ બંનેના મૃત્યુને કારણે 3 બાળકોએ પણ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. જાણવા મળ્યું છે કે, મૃતક દંપતી કાપડ, ધાબળાની ફેરી ફરી પોતાની આજીવિકા કમાઈ પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યો હતો. મૃતક દંપતીને 14 અને 10 વર્ષના બે પુત્ર અને 12 વર્ષની પુત્રી  છે. જેઓ હવે તેમના કાકાના ભરોસો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *