લોકડાઉન બાદ પાનના ગલ્લા ખુલતા સિગારેટ માટે થયો બે વ્યક્તિ પર જીવલેણ હુમલો, યુવકનું મોત

હાલમાં સમગ્ર ભારતમાં કોરોનાને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. તેમ છતાં રોજબરોજ કોઈને કોઈ હિંસક ઘટના સામે આવી રહી છે. ત્યારે લોકડાઉન વચ્ચે વધુ એક…

હાલમાં સમગ્ર ભારતમાં કોરોનાને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. તેમ છતાં રોજબરોજ કોઈને કોઈ હિંસક ઘટના સામે આવી રહી છે. ત્યારે લોકડાઉન વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના કચ્છથી આવી છે. જ્યાં પાનના ગલ્લે નહીવત બબાલે હિંસક રૂપ ધારણ કર્યું હતું. અને આ હિંસક બબાલથી એક યુવકની કરૂણ હત્યા થઈ છે. યુવાનની કમકમાટી ભરી હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટના સ્થળ ઉપર લોકોની ભીડ જમા થઈ ગઈ છે.

મૃતક યુવક

આ ઘટના કચ્છમાં આવેલ ગાંધીધામ સુંદરપૂરી વિસ્તારની છે. મોડી રાતે યુવક અને તેના પિતાએ પાનના ગલ્લે જઈ બીડી માંગી હતી. પાનના ગલ્લે બીડી માંગવા જેવી નહીંવત એવી બાબતમાં યુવકને મોતને ઘાટ ઉતરવામાં આવ્યો છે. 12 થી 15 લોકોએ આવીને પિતા અને પુત્ર પર હુમલો કર્યો હતો. અને આ દરમ્યાન 28 વર્ષીય યુવકને મોતને ઘાટ ઉતારી દીધો.

મોડી રાતે યુવક અને તેના પિતાએ પાનના ગલ્લે જઈ બીડી માંગી હતી. પરંતુ બીડી માંગવાના બદલે બબાલ થઈ હતી. થોડા સમય પછી આ બબાલે ઉગ્ર અને હિંસક રૂપ ધારણ કર્યું અને 12થી 15 લોકોએ આવી લાકડી અને તીક્ષ્ણ હથિયાર વડે યુવક અને તેના પિતા પર હુમલો કર્યો. જેમાં 28 વર્ષના યુવકનું કરૂણ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *