સુરતની આ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, જુઓ વિડીયો

Published on: 3:33 pm, Wed, 18 November 20

ગુજરાતમાં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે આફરી એક વખત દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતમાં આગની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં આવેલ નાનપુરા વિસ્તારમાં પ્રખ્યાત એવી ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હોસ્પિટલમાં રહેલા દર્દીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

આ નામાંકિત એવી ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં આગના પગલે દર્દીઓને અને તેમના સગાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. ફાયરના કાફલાએ ઘટના સ્થળે પહોંચી પહેલા દર્દી અને તેમના સગાઓની રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ઘટના સ્થળે હાલ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ છે.

ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગના પગલે આસપાસથી લોકો મદદે દોડી આવ્યા હતા. ફાયર વિભાગના કાફલાને લોકોએ મદદ કરી હતી. હોસ્પિટલમાંથી દર્દીઓને અન્ય હોસ્પિટલ ખસેડવામાં લોકોએ મદદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle