કાનમાં ઈયરફોન ભરાવી ટ્રેક્ટર ચાલકે પાંચ માસની બાળકી પર ચડાવી દીધું ટ્રેક્ટર, ઘટના સ્થળે જ બાળકીનું કરુણ મોત

ગાંધીનગર(ગુજરાત): હાલમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો પણ…

ગાંધીનગર(ગુજરાત): હાલમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો પણ ભોગ બને છે. આ દરમિયાન, ગાંધીનગરનાં વિખ્યાત મહાત્મા મંદિર પાસેની નવ નિર્મિત પંચ તારક લીલા હોટલના ખુલ્લા પ્લોટમાં પાંચ માસની દીકરીને સુવડાવી શ્રમજીવી દંપતી મજૂરી કરી રહ્યું હતું. ત્યારે લોડર ટ્રેકટરના ચાલકે કાનમાં ઈયરફોન ભરાવી રાખી પોતાનું ટ્રેકટર ગફલત ભરી રીતે હંકારી ગાઢ નિદ્રામાં સૂતેલી બાળકીના માથા પર ચડાવી દીધું હતું. જેના કારણે બાળકીનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. મળતી માહિતી મુજબ, ગાંધીનગરનાં સેકટર 3/ડી સાઈ બાબા મંદિર પાસે કાચા છાપરામાં રહેતા ચિરાગ સંઘાડા તેના ભાઈ સાથે માટી લેવલિંગની મજૂરી કામ કરે છે. જેને સંતાનમાં એકની એક પાંચ મહિનાની દીકરી પ્રિયાંશી છે. છેલ્લા ઘણા સમયથી દંપતી ગાંધીનગરમાં મહાત્મા મંદિર પાસે નવી બનેલી લીલા હોટલનાં ગાર્ડન તેમજ ખાલી પ્લોટમાં મજૂરી કામ માટે જતું હતું.

આ દરમિયાન, તેમની પાંચ માસની દીકરીને પણ સાથે લઈ જતા હતા. આખો દિવસ મજૂરી કરી ગુજરાન ચલાવતું આ દંપતિ મજૂરી કરતા પણ પોતાની દીકરીની સતત સાર સંભાળ રાખતા હતા. નિત્યક્રમ મુજબ આજે પણ ચિરાગ અને તેની પત્ની મજૂરી કામે લીલા હોટલ ખાતે ગયા હતા અને રોજીંદી કામગીરી મુજબ પોતાના કામમાં જોડાઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, અન્ય મજૂરો સાથે હોટલના ગાર્ડન માટેના પ્લોટ લેવા માટે માટી પુરાણ સહિતની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન, દંપતીએ પોતાની પાંચ માસની દીકરી પ્રિયાંશીને અહીંના ખુલ્લા પ્લોટમાં સુવડાવી હતી. અહીં કોઈની અવરજવર ન હોવાથી દંપતી બેફિકર થઈ નજીકમાં મજૂરી કરી રહ્યું હતું અને થોડી થોડી વારે દીકરી તરફ નજર પણ કરી રહ્યું હતું.

આ દરમિયાન, અહીં લોડરનું કામ કરતો ટ્રેકટર ચાલક કાનમાં ઈયરફોન ભરાવી ગીતો સાંભળીને કામ કરતો હતો. જેણે ગીતોની ધૂનમાં પોતાનું ટ્રેકટર ખુલ્લા પ્લોટ તરફ હંકારી મુક્યું હતું. જેથી દૂરથી દંપતી જોઈ જતાં બૂમાબૂમ કરી તેને રોકવાની કોશિશ કરી હતી. પરંતુ, ઈયરફોનમાં ગીતો સાંભળી રહેલા ચાલકે પોતાનું ટ્રેકટર ગાઢ નિંદ્રામાં રહેલી પ્રિયાંશીનાં માથા પર ચડાવી દીધું હતું. જેનાં કારણે લોહીના ફુવારા સાથે પ્રિયાંશીનું કચડાઈ જવાથી તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

પોતાની નજર સમક્ષ જ દીકરી પરથી ટ્રેકટરનું ટાયર ફરી વળતાં દંપતી ચોધાર આંસુએ રડવા લાગ્યું હતું. જાણવા મળ્યું છે કે, આ બનાવના પગલે આસપાસના મજૂરો તેમજ હોટલના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે અચાનક ઘટેલી ઘટનાથી ટ્રેકટરનો ચાલક પોતાનું ટ્રેકટર સ્થળ પર મૂકીને જ ફરાર થઇ ગયો હતો. ત્યારે પ્રિયાંશીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈને આવવામાં આવતા ફરજ પરના તબીબ દ્વારા પણ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. હાલ, આ અંગે સ્થાનિક પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *