ગુજરાત: જુગારની લતે ચઢેલી પરણીતાએ પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા, આખું પ્લાનિંગ જાણી ચોંકી જશો

ગુજરાતના જૂનાગઢ નજીક આવેલા મેંદરડાનાં સાસણ વિસ્તારના જંગલમથી એક માણસનો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવતા તે વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાનો…

ગુજરાતના જૂનાગઢ નજીક આવેલા મેંદરડાનાં સાસણ વિસ્તારના જંગલમથી એક માણસનો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવતા તે વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો કર્યો હતો. પોલીસે વ્યક્તિની ઓળખ કરવાની કામગીરી ચાલુ કરી હતી. ત્યારે રાજકોટની એક વર્ષા નામની પરિણીતાએ કપડાના આધારે તેના પતિનો મૃતદેહ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે હત્યારાને શોધવા પ્રયાસ કરતા ખુલાસો થયો હતો કે, આ સમગ્ર મામલે પત્નીએ તેના પ્રેમી કહીને પતિની હત્યા કરાવી હતી. પોલીસે વર્ષા અને તેના પ્રેમીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

એક રિપોર્ટ મુજબ રાજકોટમાં વસવાટ કરતી વર્ષા નામની પરિણીતાને જુગાર રમવાની કૂટેવ હોવાથી તે જુગાર રમવા માટે અમરેલી આવતી હતી. અમરેલી આવતા સમયે વર્ષાનો સંપર્ક અમરેલીના ધારીમાં રહેતા અને વન વિભાગમાં કામ કરતા હિંમત ગોર સાથે તેનો સંપર્ક થયો હતો. મુલાકાત બંને વચ્ચે અવારનવાર વાતચીત થતી હતી તેથી બંને એક મળતા હતા. વર્ષા અને હિંમત વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ જતા વર્ષાએ તેના દારૂડિયા પતિ મનોજને તેના જીવન માથી હટાવવા માટે તેને મારી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો.

તેમના પ્લાન અનુસાર હિંમતે મનોજને સાસણના જંગલમાં મળવા માટે બોલાવ્યો હતો. જંગલમાં જઈને હિંમતે મનોજના માથામાં પથ્થર મારીને તેની હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યાબાદ હિંમત ફરાર થઇ ગયો હતો. પતિની હત્યાની વાત સાંભળીને પછી વર્ષાએ ચિંતિત થવાનું નાટક કરીને પતિ ગૂમ થઇ ગયો હોવાની ફરિયાદ કરી હતી.

ત્યારબાદ નાટકીય રીતે જંગલમાંથી મળેલા મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. વર્ષાના વર્તનને જોઈએ પોલીસે તેની અટકાયત કરીને ઉલટ તપાસ કરતા વર્ષાએ સમગ્ર ઘટના પોલીસને કહી હતી. તેથી પોલીસે વર્ષાની ધરપકડ કરી હતી અને પ્રેમી સામે ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં હિંમતની પણ ધરપડક કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *