રેલવેમાં નોકરી મેળવવા માટેની સુવર્ણ તક, અહિયાં ક્લિક કરીને કરો આવેદન

Published on Trishul News at 4:31 PM, Mon, 6 September 2021

Last modified on September 6th, 2021 at 4:31 PM

રેલવેમાં નોકરી કરવા નાતે હાલમાં ઉમેદવારો માટે સુવર્ણ તક છે. કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડએ જમ્મુ અને કાશ્મીરમાં સંચાલિત યુએસબીઆરએલ પ્રોજેક્ટ માટે કરારના આધારે ટેકનિકલ સહાયકની ભરતી માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવામાં આવે છે.

આ નોકરીમાં રસ ધરાવતા ઉમેદવારો નિર્ધારિત તારીખે વોક-ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર થઈ શકે છે. અરજી, પસંદગી અને ભરતી સંબંધિત તમામ માહિતી જોવા માટે, ઉમેદવારોએ રેલવે ની સત્તાવાર વેબસાઇટ konkanrailway.com ની મુલાકાત લઇ શકે છે.

ઉમેદવારોની મુલાકાત દ્વારા કરારના આધારે ભરતી કરવામાં આવશે અને લેખિત પરીક્ષા પણ લેવામાં આવશે નહીં. વરિષ્ઠ ટેકનિકલ સહાયકની 7 ખાલી જગ્યાઓ અને જુનિયર ટેકનિકલ સહાયકની 7 જગ્યાઓ પર ભરતી કરવાની છે. પસંદ કરેલા ઉમેદવારોને 30000 અને 35000 રૂપિયાના માસિક પગાર પર રાખવામાં આવશે. તેમજ પ્રથમ વર્ષ બાદ પગારમાં પણ 10 ટકાનો વધારો કરવામાં આવશે.

સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટની જગ્યાઓ પર ભરતી માટે ઇન્ટરવ્યૂ 20 સપ્ટેમ્બર થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજવામાં આવશે, જ્યારે જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે 23 સપ્ટેમ્બર થી 25 સપ્ટેમ્બર સુધી યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "રેલવેમાં નોકરી મેળવવા માટેની સુવર્ણ તક, અહિયાં ક્લિક કરીને કરો આવેદન"

Leave a comment

Your email address will not be published.


*