નવલી નવરાત્રીમાં પણ મેઘરાજાએ સુરતમાં કરી ધમાકેદાર બેટિંગ: ફક્ત બે જ કલાકમાં ખાબક્યો દોઢ ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

ગુજરાત: અરબી સમુદ્ર (Arabian Sea) માં ડીપ ડિપ્રેશનને લીધે હાલમાં ફરી એકવાર વરસાદી માહોલ (Rainy weather) સક્રિય થયુ હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે રાજ્યના…

ગુજરાત: અરબી સમુદ્ર (Arabian Sea) માં ડીપ ડિપ્રેશનને લીધે હાલમાં ફરી એકવાર વરસાદી માહોલ (Rainy weather) સક્રિય થયુ હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે રાજ્યના સુરત (Surat) માં આવેલ લિંબાયત ઝોન માં ફક્ત બે જ કલાકમાં દોઢ ઇંચ જેટલો અનરાધાર વરસાદ (Heavy rain) ખાબકતાં જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઇ રહી હતી. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઇ ગયા હતા.

આની સાથે જ આપને જણાવી દઈએ કે, લિંબાયત ઝોન વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય ઝોનમાં પણ વરસાદ પડ્યો હતો. લિંબાયત વિસ્તારની અંદર પડેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઇ ગયા હતા. ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી ગઈ હતી.

સૌથી વધુ વરસાદ લિંબાયત ઝોનમાં નોંધાયો:
છેલ્લા ઘણા જેટલા દિવસથી જે રીતે સુરત શહેરમાં વરસાદ ખાબકી ગયો છે એ જ પેટર્નમાં બદલાવ દેખાઈ રહ્યો છે. મહદંશે જે રીતે વરસાદ પડી રહ્યો છે એ કોઈ એક વિસ્તારમાં જ વધારે વરસાદ વરસતો હોય એવા પ્રકારના આંકડા સામે આવ્યા છે. હાલમાં જે રીતે સુરત શહેરના વરાછામાં વરસાદ ખાબક્યો હતો.

સૌપ્રથમ નોરતાથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે:
વરસાદ વરસ્યા પછી પણ શહેરમાં સતત બફારાને લીધે સુરતીઓ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. સૌપ્રથમ નોરતાથી જ શહેરમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. નવરાત્રિના આયોજન પર પણ તેની સીધી અસર જણાઈ રહી છે. વરાછા વિસ્તાર પછી હવે લિંબાયતમાં શેરીઓમાં રમતા ગરબા પર પણ તેની અસર જણાઈ રહી છે. શેરી-મહોલ્લામાં આયોજિત થયેલ નવરાત્રિ પર વરસાદ થતા ખેલૈયાઓ મુંઝવણમાં મુકાઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *