કોરોના બાદ આ રહસ્યમય બીમારીએ દીધી દસ્તક, અચાનક જ શાળાની 95 છોકરીઓ બની શિકાર- જુઓ વિડીયો

Published on Trishul News at 6:32 PM, Fri, 6 October 2023

Last modified on October 6th, 2023 at 6:33 PM

95 schoolgirls paralyzed simultaneously in Kenya:  દેશ અને દુનિયામાં અનેક અનોખા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે જેને સમજવામાં વિજ્ઞાનને પણ સમય લાગે છે. ઘણી વખત, અચાનક વિચિત્ર બીમારી અથવા કેટલાક લોકોમાં વિચિત્ર વર્તન આશ્ચર્યજનક છે. ત્યારે કેન્યામાં એક રહસ્યમય રોગે અજગરી ભરડો લીધાની ડરામણી ઘટના સામે આવી છે. અહીંની શાળામાં છોકરીઓના પગમાં પેરાલિસિસની ફરિયાદના ઉઠતા સનસનાટી મચી ગઇ છે.

સ્થાનિક મીડિયા દ્વારા જાહેર કરાયેલ માહિતી અનુસાર, કેન્યામાં લગભગ 100 સ્કૂલનાં બાળકોએ તેમના પગમાં લકવાનાં લક્ષણોની જાણ કરતા હાહાકાર મચી ગયો છે. સાથે જ મોટાભાગની છોકરીઓ લકવાની(95 schoolgirls paralyzed simultaneously ) સ્થિતિને લઈને ચાલી શકે તેવી પણ હાલતમાં ન હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના કાકામેગા શહેરની સેન્ટ થેરેસા એરેગી ગર્લ્સ હાઈસ્કૂલમાંથી સામે આવી હોવાનું માનવામાં આવે છે. પરિણામે હાલ શાળા બંધ કરી વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.

શાળાની 95 છોકરીઓ લકવાગ્રસ્ત
સેન્ટ થેરેસા આર્ગી હાઈસ્કૂલની આ છોકરીઓ છેલ્લા કેટલાક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ છે. એક વિચિત્ર બીમારીને કારણે આ યુવતીઓના શરીરનો નીચેનો ભાગ સંપૂર્ણ રીતે લકવો થઈ ગયો છે.

ચોંકાવનારો વીડિયો વાયરલ
કહેવાતા “રોગચાળો” એ છોકરીઓના પરિવારોને ગભરાટ અને ચિંતામાં મૂકી દીધા છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે છોકરીઓના પગ અચાનક જ સુન્ન અને સ્થિર થઈ ગયા હતા. કેન્યાના સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી ક્લિપમાં છોકરીઓ લંગડાતા અને સ્તબ્ધ થઈને ચાલતી જોઈ શકાય છે.

લેવામાં આવ્યા લોહી અને પેશાબના નમૂના 
કાકામેગા કાઉન્ટી હેલ્થ સીઈસી બર્નાર્ડ વેસોંગાએ પત્રકારોને જણાવ્યું હતું કે અજાણ્યા રોગનું કારણ સમજવા માટે છોકરીઓના લોહી, પેશાબ અને સ્ટૂલના નમૂના લેવામાં આવ્યા છે. આને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ઘટના બાદ શાળાને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે.

Be the first to comment on "કોરોના બાદ આ રહસ્યમય બીમારીએ દીધી દસ્તક, અચાનક જ શાળાની 95 છોકરીઓ બની શિકાર- જુઓ વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*