સુરત તક્ષશિલા જેમ અમદાવાદની એક કોમ્પલેક્ષમાં લાગી ભીષણ આગ- લોકો જીવ બચાવવા અગાસીમાં દોડ્યા પરતું…

અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલી આગની ઘટનાઓ દરમિયાન ફરીવાર અમદાવાદ(Ahmedabad)ના પરિમલ ગાર્ડન(Parimal Garden) નજીક આવેલા દેવ કોમ્પ્લેકસ(Dev Complex)માં ત્રીજા માળે આવેલી એક કંપનીના સર્વર રૂમમાં આગ…

અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલી આગની ઘટનાઓ દરમિયાન ફરીવાર અમદાવાદ(Ahmedabad)ના પરિમલ ગાર્ડન(Parimal Garden) નજીક આવેલા દેવ કોમ્પ્લેકસ(Dev Complex)માં ત્રીજા માળે આવેલી એક કંપનીના સર્વર રૂમમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી છે. જેથી ફાયર બ્રિગેડ(Fire brigade)ની 12 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, કંપનીના સર્વર રૂમમાં આગ લાગતા કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો અને ઓફિસોમાં રહેલા લોકોમાં ભાગદોડ મચી ગઇ છે. આ ઉપરાંત, કોમ્પલેક્ષમાં આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલાંથી 13 જેટલા નવજાત બાળકો તથા માતા સહીત 60થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

હાલમાં ફાયરના અધિકારીઓ અને જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાની અને કોમ્પ્લેક્સમાં રહેલા લોકોને રેસ્કયુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને 500 મીટર સુધીનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, રેસ્ક્યુ કામગીરી માટે 2 લિફ્ટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

શહેરના પરિમલ ગાર્ડન પાસેના કોમ્પલેક્ષના ત્રીજા માળે આવેલી કંપનીના સર્વર રૂમમાં બપોરના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી. તે જ જગ્યાએ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ આવેલી છે જ્યાં પણ આગ લાગી હતી. હાલમાં બાળકો અને માતાઓને હોસ્પિટલમાંથી સ્નોરકેલ દ્વારા નીચે ઉતારી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ઘટના બાદ ફાયરની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળ્યું છે કે, આગના બનાવને પગલે કોમ્પલેક્ષમાં રહેલા લોકો જીવ બચાવવા માટે ધાબા પર પહોંચી ગયા હતા. હાલ ફાયર બ્રિગેડ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. તેમજ 108 એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *