પતિને લાગ્યું પત્ની દરિયામાં ડૂબી ગઈ, તો શોધવામાં ખર્ચી નાખ્યા એક કરોડ, પરંતુ ગીલીન્ડર પત્ની…

આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના વિશાખાપટ્ટનમ (Visakhapatnam)માંથી હાલમાં એક ખુબ જ ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોમવારના રોજ એક દંપત્તિ તેમના લગ્નની બીજી એનિવર્સરી(Anniversary) સેલિબ્રેટ કરવા વિશાખાપટ્ટનમના…

આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના વિશાખાપટ્ટનમ (Visakhapatnam)માંથી હાલમાં એક ખુબ જ ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોમવારના રોજ એક દંપત્તિ તેમના લગ્નની બીજી એનિવર્સરી(Anniversary) સેલિબ્રેટ કરવા વિશાખાપટ્ટનમના આરકે બીચ(Beach) પર ગયા હતા. આ દરમિયાન પત્ની ગુમ થઈ ગઈ હતી. જેના કારણે પતિને લાગ્યું કે, તે દરિયામાં ડૂબી ગઈ છે. તેથી તેના પતિએ પોલીસને જાણ કરી શોધખોળ હાથ ધરાવી હતી. પરંતુ, બાદમાં ખબર પડી કે તે આંધ્રના નેલ્લોર (Nellore)માં તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પત્ની બીચ પરથી ગુમ થતા પતિ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ગુમ થયેલી પત્નીની 2 દિવસ સુધી પોલીસે દરિયા કિનારે અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી. આ માટે નેવીના હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી, સાથે જ મરીન પોલીસ, ડાઇવર્સ, માછીમારોએ શોધખોળ હાથ ધરી હતી. સર્ચ-ઓપરેશન જેમાં વહીવટીતંત્ર દ્વારા લગભગ એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ આ બધો ખર્ચો માથે પડ્યો હતો. પછીથી જાણ થઈ હતી કે પત્ની પોતાના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ છે.

કપલ લગ્નની બીજી એનિવર્સરી સેલિબ્રેટ કરવા ગયું હતું:
પ્રાપ્ત માહિતી અનુસાર, વિશાખાપટ્ટનમની રહેવાસી 21 વર્ષની સાઇપ્રિયાના બે વર્ષ પહેલાં શ્રીકાકુલમના રહેવાસી શ્રીનિવાસ રાવ સાથે લગ્ન થયા હતા. તેથી પતિ-પત્ની સોમવારે તેમની લગ્નની બીજી એનિવર્સરી સેલિબ્રેટ કરવા સિંહચલમ મંદિર ગયાં અને પછી બીચ પર ફરવા ગયાં હતાં. સોમવારે રાત્રે કપલ બીચ પર ફરી રહ્યું હતું.

આ દરમિયાન પતિને એક ફોન આવ્યો અને તે પત્નીને છોડીને બીજી બાજુ પર ગયો હતો, કારણ કે તેની પત્ની પોતાના ફોનથી સેલ્ફી લઈ રહી હતી. થોડીવાર પછી તે પાછો આવ્યો તો પત્ની નહોતી, તેથી પત્નીની ડૂબવાની આશંકા જતા પતિ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમજ સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 1 કરોડનો ખર્ચો કરાયો હતો.

પત્નીએ નેલ્લોરથી તેનાં માતા-પિતાને સંદેશો મોકલ્યો:
પરંતુ બાદમાં જાણ થઈ હતી કે, શ્રીનિવાસ રાવની પત્ની સાઇપ્રિયા આરકે બીચ પરથી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને ટ્રેનમાં બેસીને નેલ્લોરના કવલી પહોંચી હતી. ભાગી જતાં પહેલાં તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ડિલિટ કરી દીધું હતુ અને તે તેનો ફોન પણ નહોતી લઇ ગઈ. નેલ્લોર પહોંચ્યા બાદ તેણે નવું સિમ ખરીદીને તેનાં માતા-પિતાને સંદેશો મોકલ્યો કે તે સુરક્ષિત છે અને તેના બોયફ્રેન્ડ રવિ સાથે છે.

સાઇપ્રિયાએ તેનાં માતા-પિતાને કહ્યું કે તેણે રવિ સાથે લગ્ન કરી લીધા છે, તેથી તેને શોધવાનો પ્રયાસ કરશો નહીં. તેને શોધવાની તસદી લેવા બદલ તેણે સરકારી અધિકારીઓની માફી પણ માગી હતી. તેણે તેનાં માતા-પિતાને કહ્યું હતું કે જો તેમણે તેના લોકેશનને ટ્રેસ કરવાનો પ્રયાસ કર્યો, તો તે આપઘાત કરી લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *