સરપંચ, ઉપસરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહીત મોટી સંખ્યામાં લોકો AAPમાં જોડાતા ભાજપની ઊંઘ થઇ હરામ

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)એ મહત્વની માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ જે રીતે ગુજરાતમાં વધતું જાય…

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)એ મહત્વની માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ જે રીતે ગુજરાતમાં વધતું જાય છે, અને આમ આદમી પાર્ટીના સુકાર્યો થી પ્રભાવિત થઈને ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીમાં જોડાતી જાય છે. આજે જ ગાંધીનગર(Gandhinagar) જિલ્લાના દહેગામ(Dahegam) ખાતે જનહિત માટે સમર્પિત રહેતા સરપંચ, ઉપસરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

ઈસુદાન ગઢવી દ્વારા સુહાગભાઇ પંચાલ (પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ-દહેગામ, રહેવાસી ઝાક), ચૌહાણ પૂનમસિંહ ડુંગરસિંહ (આશાપુરા મંદિર ટ્રસ્ટ પ્રમુખ-દહેગામ), સુરેશભાઈ ચૌધરી (પૂર્વ સરપંચ-બાબરા), મુકેશસિંહ ચૌહાણ (સેક્રેટેરી દૂધ ઉત્પાદક મંડળી-ભાટઈ), ઝાલા પ્રહલાદસિંહ બદસિંહ (સક્રિય સરપંચ-જેસાના મુવાડા), ઝાલા મહેશસિંહ ભવાનસિંહ (ઉપસરપંચ), શ્રવણસિંહ ભવાનસિંહ સોલંકી (પૂર્વ સરપંચ-પસુનીયા), ગઢવી દિલીપકુમાર ગુલાબસિંહ (ગઢવી સમાજ પ્રમુખ-દહેગામ), ઝાલા ઘનશ્યામસિંહ દિગ્વિજયસિંહ (વિવેકાનંદ યુવા સંગઠન-પ્રમુખ), વસંતભાઈ (પીંપલજ) ટોપી અને ખેસ પહેરી આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

વધુમાં જણાવ્યું છે કે, જે ગતિથી દિવસે-દિવસે ગુજરાતના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તે જોઈને ભાજપના પેટમાં તેલ રેડાયું છે. ભાજપ એ હવે માની લીધું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એમનું મુખ્ય વિરોધી છે. આમ આદમી પાર્ટીના ઈમાનદાર નેતા અને કાર્યકર્તાઓ હાલમાં પણ ગુજરાતના ઘર ઘર સુધી ફ્રી વીજળી આંદોલન ની લહેર પહોંચાડી રહ્યા છે. ગુજરાતની જનતાને ભ્રષ્ટ ભાજપની ખોટી નીતિઓ વિરુદ્ધ જાગૃત કરી રહ્યા છે. ગુજરાતની જનતા ને ન્યાય અપાવવા આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીની લોકહિત માટે, આ નિષ્ઠા જોઈને જ ગુજરાતની જનતા પ્રભાવિત થઇ રહી છે અને વધુમાં વધુ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહી છે.

આમ આદમી પાર્ટીના દરેક નેતા અને કાર્યકર્તાઓને વિશ્વાસ છે કે ગુજરાત ના લોકો તરફથી મળતો અભૂતપૂર્વ પ્રેમ ખૂબ જ જલ્દી ગુજરાતમાં ઐતિહાસિક બદલાવનું કારણ બનશે. જે પણ વ્યક્તિ ગુજરાતના હિત માટે ઈમાનદારી થી કાર્ય કરવા ઈચ્છે છે તે બધાને આમ આદમી પાર્ટી હંમેશા દિલ થી આવકારે છે. ગુજરાતની જનતા હવે જાણી ગઈ છે કે જે સુશાસનની સ્થાપના કેજરીવાલ સરકારે દિલ્હીમાં કરી છે તેવું જ સુશાસન બધી જ સુખ સુવિધાઓ સાથે ગુજરાતમાં પણ સ્થાપિત કરવામાં આવશે. એટલે આવાનરી ચૂંટણીમાં ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને મત આપી અવશ્ય જીતાડશે.

આ કાર્યક્રમમાં ઈસુદાન ગઢવી સાથે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારી, ગાંધીનગર ગ્રામ્ય જિલ્લા પ્રમુખ ભાસ્કર પટેલ તથા સંગઠન મંત્રી હસમુખ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *