અનિલ અંબાણી પર મુશ્કેલીઓનો આભ ફાટ્યો: “21 દિવસમાં 3 ચીની બેંકોને 5,448 કરોડ ચુકવવાનો આદેશ આપ્યો”

દેવાના બોજા હેઠળ દબાયેલા અનીલ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલીઓ તો ઓછી થવાનું નામ જ નથી લઈ રહ્યી. મળતી માહિતી અનુસાર, અંગત ગેરંટીના કેસમાં…

દેવાના બોજા હેઠળ દબાયેલા અનીલ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલીઓ તો ઓછી થવાનું નામ જ નથી લઈ રહ્યી. મળતી માહિતી અનુસાર, અંગત ગેરંટીના કેસમાં લંડનની અદાલતે અનિલ અંબાણીને 21 દિવસની અંદર 3 ચાઇનીઝ બેન્કોને 717 મિલિયન ડોલર એટલે કે, લગભગ 5448 કરોડ રૂપિયામાં ચુકવવાનો આદેશ આપ્યો છે. જુનિયર અંબાણીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, તેઓ આ મામલે કાયદાકીય સલાહ મેળવી રહ્યા છે. યુકેની કોર્ટે આપેલો આદેશ ભારતમાં લાગુ પડવાનો કોઈ સવાલ ઉભો નથી થતો.

ઇંગ્લેન્ડ અને વેલ્સના હાઈકોર્ટના કમર્શિયલ ડિવિઝનના ન્યાયાધીશ નિગેલ ટિઅરેએ કહ્યું હતું કે, અનિલ અંબાણીએ વ્યક્તિગત રૂપે બાંહેધરી આપી હતી, તેથી તેમણે આ રકમ ચૂકવવી પડશે. અનિલ અંબાણીના પ્રવક્તાનું કહેવું છે કે, આ મામલો રિલાયન્સ કમ્યુનિકેશન દ્વારા 2012માં લેવામાં આવેલી કોર્પોરેટ લોન સાથે સંબંધિત છે. પ્રવક્તાનું કહેવું છે કે, અનિલ અંબાણીએ આ લોન માટે વ્યક્તિગત ગેરંટી આપી ન હતી.

અનિલ અંબાણીની કંપનીના જણાવ્યા અનુસાર, યુકેની કોર્ટનો આદેશ રિલાયન્સ ઈન્ફ્રા, રિલાયન્સ પાવર, રિલાયન્સ કેપિટલના કામકાજને કોઈ અસર નહીં કરે. જોકે, કાયદાકીય તજજ્ઞોનું માનીએ તો, જો અંબાણીએ 21 દિવસમાં કોર્ટના ઓર્ડર અનુસાર ચૂકવણી ના કરી તો ભારતમાં યુકેની કોર્ટના આદેશનો અમલ કરાવવા ચાઈનીઝ બેંકો તમામ પ્રયાસો કરશે. જેમાં અંબાણીની અંગત સંપત્તિ જપ્ત કરવા સુધીના વિકલ્પો પણ સામેલ છે.

આ બેંકોએ કરવી પડશે ચૂકવણી 

ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઈનાની મુંબઇ શાખા અને ચાઇના ડેવલપમેન્ટ બેંક અને એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેંક ઓફ ચાઈના.

અનિલ અંબાણીને 6 અઠવાડિયામાં 100 મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ 

ફેબ્રુઆરી 2020 માં લંડનની એક અદાલતે અનિલ અંબાણીને 6 અઠવાડિયામાં 100 મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ સમયે અનિલ અંબાણીએ કોર્ટને કહ્યું હતું કે, આ સમયે તેની નેટવર્થ શૂન્ય છે અને પરિવાર તેને મદદ કરી રહ્યો નથી. આથી તે 100 મિલિયન ચૂકવવા સક્ષમ નથી. આરકોમ પર લગભગ 46 હજાર કરોડ રૂપિયાનું બાકી દેવું છે. અનિલ અંબાણીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, લંડન કોર્ટના આદેશ મુજબ, આરકોમની રિઝોલ્યુશ યોજનાના આધારે વ્યક્તિગત ગેરંટીની અંતિમ રકમનું મૂલ્યાંકન કરવામાં આવશે.

ચીનની ત્રણ બેંકો ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ, ચાઈના ડેવલપમેન્ટ બેંક અને એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેંક ઓફ ચાઈના પાસેથી લોન તેમજ વ્યાજની ચૂકવણીમાં અનિલ અંબાણી નિષ્ફળ જતાં ત્રણેય બેંકો તેમને કોર્ટમાં ઢસડી ગઈ હતી. આ રકમ 708 મિલિયન ડોલર જેટલી થાય છે. જુનિયર અંબાણીએ આ લોન રિલાયન્સ કોમ્યુનિકેશન્સ માટે લીધી હતી, અને તેઓ જ તેના પર્સનલ ગેરન્ટર હતા.

ફેબ્રુઆરીમાં યુકેની કોર્ટે અનિલ અંબાણીને છ અઠવાડિયામાં 100 મિલિયન ડોલર ચૂકવવા વચગાળાનો આદેશ કર્યો હતો. તે વખતે અંબાણીએ કોર્ટને જણાવ્યું હતું કે તેમની નેટવર્થ ઝીરો થઈ ગઈ છે, અને તેઓ કોઈપણ સ્થિતિમાં કોર્ટના આદેશ પ્રમાણે ચૂકવણી કરી શકવાની સ્થિતિમાં નથી. જોકે, કોર્ટે અંબાણીની આ દલીલ માનવાનો ઈનકાર કરી કોઈ રાહત નહોતી આપી. 46,000 કરોડ રુપિયાનું દેવું ધરાવતી રિલાયન્સ કોમ્યુનિકેશન્સ હાલ દેવાળું ફુંકવાની પ્રક્રિયા હેઠળ છે. યુકેની કોર્ટના આદેશ અનુસાર, આરકોમના રિઝોલ્યુશન પ્લાન અનુસાર અનિલ અંબાણીએ ગેરંટી મની ચૂકવવાની થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *