“સરકાર અમારી છે, કોઈ કાઈ બગાડી નહિ લે”- ભાજપના યુવા મોર્ચાના આ દબંગે ACP અને DCPને આપી ગાળો

ગુજરાતના અમદાવાદ શહેરના ભાજપ યુવા મોર્ચો ફરી વિવાદમાં આવ્યો છે. અમદાવાદ યુવા મોરચાના કારોબારી સભ્ય વિક્કી ત્રિવેદી સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં જાતિવિષયક શબ્દો અને મારામારી…

ગુજરાતના અમદાવાદ શહેરના ભાજપ યુવા મોર્ચો ફરી વિવાદમાં આવ્યો છે. અમદાવાદ યુવા મોરચાના કારોબારી સભ્ય વિક્કી ત્રિવેદી સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં જાતિવિષયક શબ્દો અને મારામારી કરવાથી ફરિયાદ નોંધણી હતી. વિક્કી ત્રિવેદીનો વિડીયો પણ સોસિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે જેમાં તે બાપુનગરના પી.આઈ. નીરવ વ્યાસ તેમજ એ.સી.પી. અને ડી.સી.પી.ને ગાળો આપી રહ્યો છે.

અમદાવાદ ભાજપ યુવા મોરચો ફરી વિવાદ માં આવ્યો છે. યુવા મોરચાના કારોબારી સભ્ય વિક્કી ત્રિવેદી સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ. ફરિયાદ નોંધવાનું કારણ મિત્રને જાતિ વિષયક શબ્દો બોલી મારામારી કરી આ કારણો સર નોંધાઈ ફરિયાદ. વિક્કી ત્રિવેદીનો વિડીયો પણ સોસિયલ મીડિયા માં ખુબ વાઈરલ થયો હતો.. વીડિયોમાં બાપુનગર પીઆઇ નીરવ વ્યાસ એસીપી, ડીસીપી ને ગાળો આપી રહ્યો છે.. વીડિયોમાં નીરવ વ્યાસની બદલીની ચીમકી ઉચ્ચારી પોતાની સરકાર છે અને કોઈ બગાડી નહીં શકવાનો કરી રહ્યો છે દાવો.

સરકાર અમારી છે કોઈ નહિ નહિ બગડી લે આવી વાતો પણ કરી રહ્યો છે. ગુજરાતમાં ભાજપ યુવા મોરચાના સભ્યો ગુજરાતની રૂપાણી સરકારને ખિસ્સામાં લઇને ફરતા હોય તેવી દાદાગીરી કરી રહ્યાં હોવાના અગાઉ પણ દાખલાઓ છે. પોલીસ કે કાયદાનો તેમને કોઈ ડર રહ્યો નથી. તેનું કારણ એ પણ છે કે પોલીસના અધિકારીઓ પણ ચાપલૂસીની હદ વટાવી ભાજપના નેતાઓને સાચવી રહ્યાં છે. જેઓને જોઈને યુવા મોરચાના સભ્યો પણ પોતાને ભાજપના નેતા સમજવા લાગ્યા છે.

પોલીસ સ્ટેશનમાં એક રાજકારણી અને સામાન્ય પ્રજાનો તફાવત લોકો ઘણા લાંબા સમયથી સમજી ચૂક્યા છે. પોલીસ અધિકારીઓ બઢતી અને બદલીમાં નેતાઓને ઉપયોગ કરવા લાગતાં કાયદો અને રાજકારણ એ એક સિક્કાની બે બાજુ બની ગઈ છે તેવું લાગી રહ્યું છે. અને તેમાં પણ સત્તામાં હોય તે સરકારના તમે સક્રિય સભ્ય હો તો પોલીસ પણ ચૂપચાપ તમાશો જોતી રહે છે એ વાસ્તવિકતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *