પુરપાટ ઝડપે જઈ રહેલી કારે બાઈકને જોરદાર ટક્કર મારતા એકનું કરુણ મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): રાજ્યના આંકલાવ(Anklav) તાલુકાના કિંખલોડ(Kinkhlod) રોડ પર આવેલી એક હોટલ નજીક ગુરૂવારના રોજ બપોરે પુરપાટ ઝડપે જઈ રહેલી એક કારે સામેથી આવી રહેલી બાઈકને ટક્કર(Bike…

ગુજરાત(Gujarat): રાજ્યના આંકલાવ(Anklav) તાલુકાના કિંખલોડ(Kinkhlod) રોડ પર આવેલી એક હોટલ નજીક ગુરૂવારના રોજ બપોરે પુરપાટ ઝડપે જઈ રહેલી એક કારે સામેથી આવી રહેલી બાઈકને ટક્કર(Bike car accident) મારતાં બાઈક પર સવાર બે વૃદ્ધો પૈકી પાછળ બેઠેલા એક આધેડનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત(Accident) મામલે ભાદરણ પોલીસ દ્વારા કાર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આંકલાવ તાલુકાના ગંભીરા સરદાર ચોક પાસે 60 વર્ષના ફતાભાઈ રયજીભાઈ પઢીયાર રહે છે. ગુરૂવારના રોજ તઓ કણભા ખાતે બાબરીના પ્રસંગમાં હાજરી આપવા તેમની બાઈક પર જવા માટે નીકળ્યા હતા. ત્યારે આ સમયે તેમની સાથે મિત્ર 62 વર્ષના મેલાભાઈ મંગળભાઈ જારીયા પણ હતા.

બંને વૃદ્ધ એક બાઈક પર બેસી આંકલાવ તરફ પરત આવી રહ્યા હતા. આ દરમિયાન, કિંખલોડ કિસ્મત કાઠિયાવાડી હોટલ નજીક સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી કારે તેમને જોરદાર ટક્કર મારીને અડફેટે લીધા હતા. જેને કારણે બંને જણાં જમીન પર જ પટકાયા હતા.

આ અકસ્માતના બનાવને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મેલાભાઈનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ફતાભાઈએ કરેલી ફરિયાદના આધારે ભાદરણ પોલીસ દ્વારા કાર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *