સુરતમાં આર્મીનો યુનિફોર્મ પહેરી હાથમાં ગન લઈને ફરતો 16 વર્ષનો સગીર ઝડપાયો- તપાસમાં એવી-એવી વસ્તુઓ મળી આવે કે…

ગુજરાત(Gujarat): સુરત(Surat) શહેરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દાદા-દાદી સાથે રહેતા 16 વર્ષના સગીરે ઓનલાઇન પ્લેટફોર્મ(Online platform) દ્વારા રમકડાની એરગન(Toy airgun) મંગાવી હતી. એરગન…

ગુજરાત(Gujarat): સુરત(Surat) શહેરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દાદા-દાદી સાથે રહેતા 16 વર્ષના સગીરે ઓનલાઇન પ્લેટફોર્મ(Online platform) દ્વારા રમકડાની એરગન(Toy airgun) મંગાવી હતી. એરગન આવ્યા બાદ મિલેટ્રી ટાઇપનો યુનિફોર્મ(Military uniform) પહેરી બુધવારના રોજ સવારે અઠવાલાઇન્સની ફેમિલી કોર્ટ(Athwalines Family Court) પાસે ફરતો જોવા મળ્યો હતો. સગીરને જોતા અઠવાલાઇન્સ પોલીસને શંકા જતા તેમણે સગીરની પાસે જઈને તેમને પૂછપરછ કરી હતી.

પોલીસે સગીરને પૂછતાં જણાવ્યું હતું કે, રસ્તામાં તેને કોઈ પકડે નહિ તે માટે અઠવાઇન્સની ફેમિલી કોર્ટ પાસે રમકડાની એરગન લઈને આવ્યો હતો. સગીરનો મુખ્ય ઈરાદો મિલિટરી જેવો યુનિફોર્મ અને એરગન લઈને વિડીયો બનાવવાનો હતો. આ સમગ્ર ઘટના અંગે વધુમાં પોલીસે જણાવતા કહ્યું હતું કે, સગીરના માતા-પિતા વિદેશમાં યુકેમાં રહે છે અને તે અમદાવાદ ખાતે તેનાં દાદા-દાદી સાથે રહે છે.

સગીરના કાકા મિલેટ્રીમાં નોકરી કરે છે. સુરત શહેરમાં સગીરના સંબંધીઓ પણ રહે છે. અમદાવાદથી તે તેમના મિત્ર સાથે ટ્રેનમાં સુરત આવ્યો હતો અને ફેમિલી કોર્ટમાં કોઈ સંબંધીના કામ અર્થે આવ્યો હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. સગીર પાસેથી લેપટોપ અને બોડી સ્પ્રે પણ મળી આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન સગીર પાસેથી કોઈ ગુનાહિત સામાન મળ્યો ન હોવાથી પોલીસે થોડી ઘણી પૂછપરછ કરીને તેને જવા દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *