પાલનપુર-ડીસા હાઈવે ઉપર અસામાજિક તત્વોનો આતંક: ધાબામાં મહિલાઓ સહિત 10 ઇસમોએ કરી તોડફોડ- જુઓ CCTV ફૂટેજ

Published on Trishul News at 10:29 AM, Wed, 28 July 2021

Last modified on July 28th, 2021 at 10:29 AM

બનાસકાંઠા(ગુજરાત): તાજેતરમાં બનાસકાંઠામાંથી એક ચકચાર મચાવતો તોડફોડનો બનાવ સામે આવ્યો છે. જેમાં પાલનપુર ડીસા રોડ પર આવેલ એક ધાબા પર મોડી સાંજે નજીવી બાબતે તકરાર થતાં મહિલાઓ સહિત10 જેટલા લોકોનું ટોળું ધોકા, લાકડીઓ સાથે ધાબામાં ઘુસી ગયા હતા અને તોડફોડ કરી હતી. બનાવને પગલે પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તોડફોડ કરનાર લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, પાલનપુર ડીસા રોડ પર આવેલ ચૌધરી ધાબા પર મોડી સાંજે અંદાજે 10 જેટલા લોકોના ટોળાએ તોડફોડ કરી હોવાની ઘટના બનવા પામી છે. જેમાં નજીવી બાબતે તકરાર થતાં મહિલાઓ સહિત 10 જેટલા લોકો ધોકા, લાકડીઓ સાથે ધાબામાં અચાનક ઘુસી જઇને તોડફોડ મચાવી હતી.

જાણવા મળ્યું છે કે, પુરુષો સહિત મહીલાઓએ પણ ધાબા પર ટેબલ અને ખુરશીઓની તોડફોડ કરી હતી તેમજ ધાબામાં રહેલા સમાનને પણ વેર વિખેર કરી આ ટોળુ ત્યાંથી ભાગી ગયું હતું. અચાનક 10 જેટલા લોકોએ હુમલો કરતાં જ ધાબાના સંચાલકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો.

જોકે, આ ટોળા દ્વારા કરવામાં આવેલા હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારબાદ ઘટનાની જાણ થતાં જ પાલનપુર તાલુકા પોલીસ પણ બનાવ સ્થળે આવી પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તોડફોડ કરનાર લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "પાલનપુર-ડીસા હાઈવે ઉપર અસામાજિક તત્વોનો આતંક: ધાબામાં મહિલાઓ સહિત 10 ઇસમોએ કરી તોડફોડ- જુઓ CCTV ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*