અરે વાહ! ચાની દુકાનમાં બેસીને વાંદરો ધોઈ રહ્યો છે વાસણ- જુઓ મજેદાર વિડીઓ

Published on Trishul News at 4:02 PM, Sat, 3 July 2021

Last modified on July 3rd, 2021 at 4:02 PM

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક મજેદાર વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમને પણ પ્રેરણા મળશે કે આપણે પણ જાનવર પાસેથી કઈક શીખવું પડશે.

પ્રાણીઓના રમૂજી અને સુંદર વિડિઓઝ ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. હાલમાં આવો જ એક મજેદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તમે વીડીઓમાં સ્પષ્ટ જોઈ શકો છો કે, આ વાંદરો ચાની દુકાનમાં બેઠો છે અને મજેદાર રીતે વાસણ ધોતો જોવા મળી રહ્યો છે. લોકો આ વાંદરાની ક્રિયા જોઇને આશ્ચર્યચકિત થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by memes | culture | comedy (@ghantaa)

વાયરલ થતા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ત્યાં એક ચાની દુકાન છે, જેમાં ઘણા લોકો પણ છે. ત્યાં એક ટેબલ રાખવામાં આવ્યું છે અને તેના પર વાસણો અને પાણીનો ટબ પણ રાખવામાં આવ્યું છે. આ વાંદરો ટેબલ પર બેસીને વાસણ ધોઈ રહ્યો છે. વાંદરો સંપૂર્ણ ધ્યાન પોતાનું વાસણ ધોવામાં રાખી રહ્યો છે. આ વાનરને જોઇને સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થાય છે.

આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીઓને જોઇને લોકો અવનવી પ્રતીક્રિયા આપી રહ્યા છે. આ વિડીઓને અત્યાર સુધીમાં 2 લાખથી પણ વધુ લોકો પસંદ કરી ચુક્યા છે. ત્યારે કેટલાય લોકો ગુસ્સે થઈને કહી રહ્યા છે કે, તેઓ પ્રાણીને બળજબરી પૂર્વક કામ કરાવી રહ્યા છે જે ખોટું થઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "અરે વાહ! ચાની દુકાનમાં બેસીને વાંદરો ધોઈ રહ્યો છે વાસણ- જુઓ મજેદાર વિડીઓ"

Leave a comment

Your email address will not be published.


*