બિસ્કીટની લાલચ આપીને હવસખોર ત્રણ વર્ષની બાળકીને બેડરૂમમાં લઇ ગયો અને મોઢું દબાવીને બનાવી હવસનો શિકાર

Published on: 11:00 am, Sun, 24 January 21

હાલમાં આપણે જાણીએ છીએ કે, બળાત્કારની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. હવસખોરો નાની બાળકીઓથી લઈને મોટી મહિલાઓ સુધી બધાને પોતાની હવસનો શિકાર બનાવે છે. આ દરમિયાન ગુજરાતમાંથી એક એવો કેસ સામે આવ્યો છે જ્યાં એક પાડોશીએ 3 વર્ષની બાળકીને બિસ્કીટની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

સચિન એક પાડોશમાં રહેતા ત્રણ વર્ષના બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. આરોપી બિસ્કિટની લાલચ આપી બાળકીને તેની સાથે રૂમમાં લઈ ગયો અને ત્યાં તેનું મોં દબાવ્યું અને તેની સાથે દુષ્કર્મ કર્યું. બાળકી ઘરે આવી અને આ વાત તેના માતા-પિતાને જણાવી. ત્યારબાદ પોલીસને જાણ કરી અને આરોપીની ધરપકડ કરી.

પ્રાથમિક તપાસમાં ઈજા અને લોહી મળી આવ્યું હતું. બાળકની માતાએ જણાવ્યું કે, તેને આરોપી વિશે કોઈ માહિતી નથી. દોઢ મહિના પહેલા તે પોતાના ગામથી સુરત આવ્યો છે. બાળકનો પિતા સચિનમાં નોકરી કરતો હતો. આરોપીએ પોતાનો ગુનો કબૂલતાં કહ્યું હતું કે, તેણે મોટી ભૂલ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપી સગીર હોવાનું બહાર આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle