હજુ તો બાળક દુનિયામાં આવ્યું ત્યાં તો ક્રૂર જનેતાએ પોતાના પાપ છુપાવવા નવજાતને નહેરમાં ત્યજી દીધું

Published on: 11:29 am, Fri, 4 June 21

ગુજરાતમાંથી એવા ઘણા કિસ્સા સામે આવે છે જેમાં નવજાત બાળકને તરછોડી દેવામાં આવે છે. માતા-પિતા દ્વારા તેમના બાળકોને ત્યજી દેવામાં આવતા હોય છે. આવા કિસ્સાઓ મોટા ભાગે ગરીબ પરિવારોમાંથી સામે આવતા હોય છે. આ દરમિયાન ફરીવાર આવો એક કિસ્સો માંગરોળ તાલુકામાંથી સામે આવ્યો છે.

જાણવા મળ્યું છે કે, માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે નહેરના પાણીમાં એક નવજાત બાળક ગર્ભનાળ સાથે ત્યજી દેવાયેલી હાલતમાં અને મૃત અવસ્થામાં તરતું જોવા મળ્યું હતું. મોટા બોરસરા ગામે સીમમાંથી પસાર થતી નહેરમાં ગઈકાલે બપોરે એક નવજાત બાળકનો મૃતદેહ તરતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

ત્યારબાદ આ ઘટના અંગે નજીકમાં આવેલી સુમીલોન કંપનીના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા નહેરના પાણીમાંથી નવજાત બાળકની લાશને કાઢવામાં આવી હતી. એવી આશંકા વ્યક્ત કરવાના આવી રહી છે કે, કોઈ જનેતાએ પોતાનું પાપ છુપાવવા બાળકને ગર્ભનાળ સાથે જ ત્યજી દીધું હશે.

ત્યારબાદ આ અંગે કોસંબા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોચી હતી. અને નવજાત બાળકની લાશનો કબજો મેળવી અકસ્માત મોતનો ગુનો નોંધીને હાલ બાળકની માતાની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.