માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો: 9 મહિનાનું બાળક ગળી ગયું પેનનું ઢાંકણુ, અમદાવાદ સિવિલમાં થયું સફળ ઓપરેશન

Published on Trishul News at 6:36 PM, Sat, 21 October 2023

Last modified on October 21st, 2023 at 6:39 PM

nine month old from Rajasthan swallowed a pen lid: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. માત્ર 9 મહિનાની ઉંમરની સાક્ષી બાવરી જે રાજસ્થાનના ભીમપુરની રહેવાસી છે. તારીખ 15 ઓક્ટોબરે સાંજે સાક્ષીની માતાએ એના મોઢામાં પેનના પ્લાસ્ટિકનો ટુકડો જોયો અને એને કાઢવાની કોશિશ કરી. પરંતુ માતા આ પેનના પ્લાસ્ટિકનો ટુકડો કાઢવામાં નાકામ રહી અને પછી તરત જ સાક્ષીને ખૂબ જ શ્વાસોશ્વાસ વધી ગયા. આસપાસની હોસ્પિટલો અને રાજસ્થાનમાં ઘણી બધી હોસ્પિટલમાં ફર્યા પછી એમને કોઈએ કહ્યું કે, તમે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી જાઓ તો તમારો ઉપચાર તરત જ થઈ જશે.

બીજા દિવસે સવારે લગભગ 8:00 વાગ્યાની આસપાસ સાક્ષીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવી. ત્યારે એની હાલત ખૂબ જ ગંભીર હતી. બીજા દિવસે પણ શ્વાસોશ્વાસ ખૂબ વધારે હતા. ઓક્સિજન સેચ્યુરેશન પણ 55 થી 60ની વચ્ચે રહેતું હતું. પહેલી વખત એવું થયું છે કે, પેશન્ટની સ્ટ્રોંગ હિસ્ટ્રી અને મધરના સ્ટ્રોંગ સ્ટેટમેન્ટના આધારે સાક્ષીને ઈમરજન્સીમાં બ્રોન્કોસ્કોપી કરવામાં આવી.

અહિયાં આશ્ચર્યચકિત વાત એ છે કે, એના જમણા ફેફસાની અંદર પેનના પ્લાસ્ટિકનો ટુકડાનો એક ભાગ હતો એ ફસાઈ ગયેલો એને સફળતા પૂર્વક કાઢવામાં આવ્યું અને એક વખત આ ફોરેન બોડી નીકળી ગઈ પછી સાક્ષીની તબિયત એકદમ સુધારા પર આવી ગઈ હતી. ઈમરજન્સી બ્રોન્કોસ્કોપીમાં ડૉ.રાકેશ જોષી અને ડૉ‌ કલ્પેશ પટેલને ડૉ. ભાવનાબેન અને ડૉ.નમ્રતાબેનનો ખુબ મોટો સહયોગ રહ્યો અને એક ટીમ તરીકે સૌએ સાથે મળી અને એકબીજાના કોર્ડીનેશનમાં આ કોમ્પ્લેક્સ સર્જરી સારી રીતે પાર પાડી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ રાકેશ જોશી જણાવે છે કે, છેલ્લા બે વર્ષમાં 51 બાળકોએ પીડીએફ સર્જરીમાં શ્વાસોશ્વાસની ક્રિયા અચાનક વધવાથી અને કોઈ ડેફિનેટ ફોરેન બોડી શ્વાસનળીમાં ઉતરી જવાની હિસ્ટ્રી સાથે દાખલ થયેલ છે અને એમાંથી 50% જેટલા બાળકો એક વર્ષથી નાની ઉંમરના છે. દરેક માબાપે ખાસ ધ્યાન રાખવાની એવી વસ્તુ એ જ છે કે, જ્યારે બાળકો પાંચ વર્ષથી નાની ઉંમરના હોય ત્યારે આ પ્રકારની ફોરેન બોડી એના શ્વાસનળીમાં ન જાય અથવા મોઢામાં ન જાય એની ખાસ કાળજી લેવી જોઈએ જેથી કરીને આવી ઈમરજન્સી સિચ્યુએશનમાં હોસ્પિટલમાં દોડવું ન પડે

Be the first to comment on "માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો: 9 મહિનાનું બાળક ગળી ગયું પેનનું ઢાંકણુ, અમદાવાદ સિવિલમાં થયું સફળ ઓપરેશન"

Leave a comment

Your email address will not be published.


*