આ દુનિયામાં નમુનાઓની ખરેખર કમી નથી: એક વ્યક્તિએ બાઈક પાસે કરાવ્યું કેક કટીંગ, જુઓ વિડિયો

Cake Cutting By Bike: કેક એક એવી વસ્તુ છે જેને લોકો કોઈ વિશિષ્ટ પ્રસંગ હોય ત્યારે જ થાય છે. કોઈનો બર્થ ડે હોય તો તેને મોઢા પર ચોપડી દેવામાં (Cake Cutting By Bike) આવે છે તો ગાડીની ડિલિવરી લેવા જઈએ ત્યારે પણ શોરૂમ તરફથી કેક ઓફર કરવામાં આવે છે. કુલ મળીને લોકો કેક ને પોતાના મૂળ અનુસાર કાપે છે અને ઉપયોગ કરે છે. પરંતુ આ દુનિયામાં અનેક એક થી એક ચડિયાતા નમૂનાઓ ભરેલા છે. હવે તેમણે કેક કાપવાની એક નવી રીત જ શોધી કાઢી છે. હા કેક કાપવાની નવી રીત નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

નવી બાઈક ખરીદવાની ખુશીમાં બાઈક પાસે જ કેક કપાવી
સમય હતો નવી બાઈક લેવાનો જ્યાં એક વ્યક્તિએ સેકન્ડ હેન્ડ બાઈક ખરીદી અને ખૂબ ઉત્સાહમાં આવી ગયો અને ઉત્સાહમાનને ઉત્સાહમાં જ પરિવાર બાઇક સાથે હૃદયથી જોડાઈ ગયો અને બાઈક પાસે જ કેક કપાવી. જી હા આ વાઇરલ વીડિયોમાં એક પરિવાર મોટરસાયકલ થી કેક કપાવતા દેખાઈ રહ્યો છે જેને જોઈને તમે પણ વિચારવા મજબૂર થઈ જશો અને વિચારમાં પડી જશો કે કેવા કેવા લોકો દુનિયામાં ભર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by shivamurthy (@shivamurthy3893)

 

ટાયર પર બાંધી છરી
વાયરલ વીડિયો ને જોઈને પહેલા તો તમે કંઈ સમજી નહિ શકો કે આ શું થઈ રહ્યું છે. શરૂઆતમાં તમને લાગશે કે આ પરિવાર મોટરસાયકલની પૂજા કરાવી રહ્યો છે પરંતુ બાઈકના આગળના ટાયર પર બંધાયેલી છરી આ વીડિયોની પૂરી કહાની કહી જાય છે કે હકીક ઘટના શું છે. બાઈક પાસે ઉભેલો વ્યક્તિ બાઇકની જેવી આગળ લે છે કે તરત જ ચાકુથી કેક કપાઈ જાય છે.

હવે બાઈકનું મોઢું પણ મીઠું કરાવી દો
વીડિયોને instagram એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધી 7.7 મિલિયનથી વધારે વ્યુઝ મળી ચૂક્યા છે. તો ઘણા લોકો એ વીડિયોને લાઈક અને શેર પણ કર્યો છે. તો આ વીડિયોને લઈને યુઝરસના વિચિત્ર રિએક્શન પણ સામે આવી રહ્યા છે.એક વ્યક્તિ એ કમેન્ટ કરી છે કે મર્દ પોતાની બાઈકને લઈને જજબાતી બની જાય છે. તો અન્ય એક યુઝરે લખ્યું છે કે હવે આ કેકના ટુકડાને પેટ્રોલની ટાંકીમાં નાખી બાઈકનું મોઢું મીઠું પણ કરાવી દો. તો એકબીજાને લખ્યું છે કે અંધભક્તિ ચરમ સીમાએ છે..