પાણી ભરેલા ખાડામાં ખાબક્યા ચાર બાળકો અને ગુમાવ્યા જીવ- જાણો કયાની છે આ ગમગીન ઘટના

બિહારના બેતિયા જિલ્લામાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. જ્યાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી ચાર બાળકોનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ખાડો ઈંટ બનાવવા…

બિહારના બેતિયા જિલ્લામાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. જ્યાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી ચાર બાળકોનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ખાડો ઈંટ બનાવવા માટે ખોદવામાં આવ્યો હતો, જેમાં વરસાદનું પાણી સંગ્રહિત હતું. આ ઘટનાની માહિતી મળતાની સાથે જ વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. આ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

મળતી માહિતી મુજબ પશ્ચિમ ચંપારણના મટિયારિયામાં ખાડામાં પડી જતા ચાર બાળકોનું મોત નીપજ્યું હતું. આ ઘટના માટે દારૌલ પંચાયતમાં સ્થિત સુનીલ બ્રિક ઉદ્યોગને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે. લોકો કહે છે કે હાર્દી બેલ્હાવામાં ઈંટ બનાવવા માટે ખાડા ખોદવામાં આવ્યાં હતાં. આ ખાડામાં ડૂબી જવાથી એક સાથે ચાર બાળકોનું મોત નીપજ્યું હતું.

વરસાદ આવતા પાણીથી ભરાઈ ગયો હતો ખાડો:
મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ખાડો આશરે 8 થી 10 ફૂટ ઊંડો હતો, જેમાં વરસાદનું પાણી એકઠું થઈ ગયું હતું. ગામના ચાર બાળકો આ ખાડાની આજુબાજુ રમતા હતા, જે અચાનક પાણીમાં પડી ગયા હતા અને તેણે બચવાનો ખુબ પ્રયાસ કર્યો પરંતુ તેનું મોત નીપજ્યું. બાળકોના મોત બાદ ગામમાં શોકનો માહોલ છવાયો ગઈ હતો. મૃત્યુ પામેલ તમામ બાળકો 6 થી 9 વર્ષની વચ્ચે હતા.

ભઠ્ઠાના માલિક પર કાર્યવાહી કરવાની માંગ:
નોંધનીય છે કે, ભઠ્ઠાના માલિક સુનીલ કુમાર સામે આ મામલે ગ્રામજનો અને માતા-પિતામાં ભારે નારાજગી છે. તેમણે ગ્રામીણ ઈંટ ઉદ્યોગને સીલ કરવાની માંગ કરી છે. ગામના લોકોનું કહેવું છે કે, ભૂતકાળમાં પણ આવી ઘટના બની ચુકી છે, પરંતુ વહીવટી તંત્રે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *