કુકડાએ પોલીસ કર્મીને મોતને ઘાટ ઉતારી દીધો, જાણો કયાની છે આ ઘટના

એક અણધારી ઘટનામાં કૂકડા દ્વારા કરવામાં આવેલ હુમલામાં એક પોલીસ અધિકારીનું મૃત્યુ થયું છે.‘લેફ્ટેનન્ટ ક્રિસ્ટીન બ્લોક ફિલિપિન્સના ઉત્તર સમાર’ પ્રાંતમાં ચાલતી ગેરકાયદેસર કૂકડાની લડાઈ રોકવા…

એક અણધારી ઘટનામાં કૂકડા દ્વારા કરવામાં આવેલ હુમલામાં એક પોલીસ અધિકારીનું મૃત્યુ થયું છે.‘લેફ્ટેનન્ટ ક્રિસ્ટીન બ્લોક ફિલિપિન્સના ઉત્તર સમાર’ પ્રાંતમાં ચાલતી ગેરકાયદેસર કૂકડાની લડાઈ રોકવા માટે પોલીસ અધિકારી ગયા હતા, ત્યારે કૂકડાના પગમાં બાંધવામાં આવેલ તીક્ષ્ણ ચપ્પુથી તેઓ લોહી લુહાણ થયા હતા.

ચપ્પુ તેમના ડાબા પગે વાગતા પગની ઘોરી નસ કપાઈ ગઈ હતી. ત્યારે તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર થાય તે પહેલાં જ તેમનું મૃત્યુ થઇ ચુક્યું હતું.કોરોના વાઇરસના કારણે ફિલિપિન્સમાં કૂકડાની લડાઈ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ફિલિપિન્સ ન્યૂઝ એજન્સી ના અહેવાલ મુજબ પ્રતિબંધ હોવા છતાં ત્યાં રવિવારે તથા જાહેર રજાના દિવસોમાં અને ઉત્સવના સમય કૂકડાની લડાઈ યોજાવામાં આવતી હતી અને જેમની પાસે પરવાનગી હોય તેવા લોકોને જ લડાઈનું આયોજન કરી શકે છે.

સુત્રો અનુસાર પ્રાદેશિક પોલીસ વડા કર્નલ આર્નલ અપુદએ ઉત્તર સમાર પ્રાંતમાં બનેલ આ ઘટનાને કમનસીબમાં થયેલ દુર્ઘટના ગણાવી હતી અને કહ્યું હતું કે, આ એક દુઃખદ ઘટના બની છે, જેને હું સમજાવી શકું તેમ નથી.જ્યારે મને આ વિશે કહેવામાં આવ્યું ત્યારે હું માનવા માટે તૈયાર ન હતો.

મારી 25 વર્ષની પોલીસ કારર્કિદીમાં આવું પ્રથમ વખત બન્યું છે કે, જ્યારે કૂકડાના હુમલાના કારણે કોઈ પોલીસ અધિકારીનું મૃત્યુ થયું હોય.સુત્રો અનુસાર પોલીસ વડાએ મૃતક પોલીસ અધિકારીના પરિવારજનો પાસે શોક વ્યક્ત કર્યો છે.

સુત્રો અનુસાર આ કેસમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે અને 7 કૂકડા ઉપરાંત 2 છરા અને 550 ફિલિપાઇન પીસો (11 અમેરિકન ડૉલર અથવા 8 બ્રિટિશ પાઉન્ડ) પણ કબજે કર્યા છે.અને હાલમાં ત્રણ શંકાસ્પદ લોકો હજુ સુધી પકડાયા નથી અને તેમની શોધખોળ ચાલી રહી છે. કૂકડાની લડાઈ ફિલિપિન્સમાં બહુ પ્રખ્યાત છે, જેમા મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે અને કૂકડા પર પૈસા લગાવી સટ્ટો પણ રમતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *