ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

પોલીસ અધિકારીએ રેલ્વે સ્ટેશન પર ગીટાર વગાડી ગાયું ગીત: જુઓ વિડીયો

કોરોના વાયરસનો કહેર હાલમાં દેશભરમાં ચાલી રહ્યો છે. આ મહામારી સામે લડવામાં સરકાર પણ જોડાઈ છે. પોલીસ અધિકારી અને ડોકટરો પણ દિવસ રાત એક કરી લડી રહ્યા છે. આ સમયે જમ્મુના રેલ્વે સ્ટેશન પરનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક પોલીસ અધિકારી ગીટાર વગાડી ગીત ગાઈ રહ્યા છે.

જમ્મુ તાવીના રેલ્વે સ્ટેશન પર ફરજમાં રહેલો એક યુવાન પોલીસ અધિકારી ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરો માટે ગીત ગાઈ રહ્યો છે. ગીટાર વગાડતા પોલીસ જવાન ગુલાબી આંખે જો તેરી દેખી, ગીત ગાઈ રહ્યો છે.

આ વિડીયોને મુકેશ સિંહના ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે લોકો સ્ટેશન પર લાઈનમાં ઊભા છે અને અધિકારી તેમના માટે ગિટાર વગાડી ગીત સંભળાવી રહ્યો છે.

મુકેશ સિંહ ટ્વીટમાં લખ્યું છે કે ગિટાર લઈને ગીત ગાના પોલીસ અધિકારી જમ્મુ ઇસ્ટ રેલવે સ્ટેશનના અધિકારી છે. મહત્વની વાત તો એ છે કે ગીત ગાતી વખતે પણ પોલીસ અધિકારીએ તેમના મોઢા પર માસ્ક પહેરેલું છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ ગયો છે. લોકો અધિકારીના વખાણ કરી રહ્યા છે.

અહીંયા જુઓ વિડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: