કાળજાળ ગરમીમાં ફરજ દરમિયાન બેભાન થયા પોલીસકર્મી, દેવદૂત બની મહિલાએ બચાવ્યો જીવ! – જુઓ વિડીયો

Published on: 12:44 pm, Wed, 4 May 22

અવાર-નવાર સોશિયલ મીડિયા(Social media) પર દરરોજ વિડીઓ વાયરલ(Viral video) થતા રહેતા હોય છે. જેમાં કેટલાક વિડીઓ દિલ જીતનારા હોય છે. હાલમાં એક એવો જ વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે જોઇને તમે પણ ચોકી જાશો. વાસ્તવમાં, વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે આવી કાળઝાળ ગરમીમાં કલાકો સુધી રસ્તા પર ઉભા રહેવાના કારણે એક પોલીસકર્મી(Policeman) પડી જાય છે. તે સંપૂર્ણપણે બેહોશ થઈ જાય છે. ત્યારે સ્કૂટી પર સવાર એક મહિલા આવે છે અને તે પોલીસકર્મીની સંભાળ લે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ વાયરલ વીડીઓમાં એક પોલીસકર્મી કલાકોથી ડ્યુટી પર હતો. આવી કાળઝાળ ગરમીમાં કલાકો સુધી ઉભા રહેવાને કારણે પોલીસકર્મી અચાનક બેહોશ થઈ ગયો અને રસ્તા પર પડી જાય છે. ત્યાંથી અનેક વાહનો પસાર થાય છે, પરંતુ પોલીસકર્મીની કોઈને પડી નથી, આ દરમિયાન અચાનક એક મહિલા તેની પુત્રી સાથે સ્કૂટી પર સવાર થઈને પસાર થઈ રહી છે. જેવી તે મહિલાની નજર તે પોલીસકર્મી પર પડે છે, તે તેને હોશમાં લાવવાનો પ્રયાસ કરે છે અને તે મહિલા સફળ થાય છે. લોકો મહિલાને સલામ કરી રહ્યા છે.

પોલીસ 24 કલાક નાગરિકોની સેવામાં હોય છે. તો ક્યારેક નાગરિકોએ પણ પોતાની ફરજ બજાવવી જોઈએ. આ વાયરલ વીડિયોને @IAmJitendraa નામના ટ્વિટર યુઝર હેન્ડલ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને 5 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. લોકો આ વિડીઓને ખુબ જ પસંદ કરી રહ્યા છે તેમજ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.