શાળાએ વિદ્યાર્થીઓ પાસે CAA ના સમર્થનમાં બળજબરી પૂર્વક પત્ર લખાવ્યા- વાલીઓએ કર્યો વિરોધ

“હું ભારતનો નાગરિક પ્રધાનમંત્રી મોદી ને નાગરિકતા સંશોધન કાયદા માટે શુભેચ્છા પાઠવું છું. હું અને મારો પરિવાર આ કાયદાને સમર્થન કરીએ છીએ.” અમદાવાદની એક ખાનગી…

“હું ભારતનો નાગરિક પ્રધાનમંત્રી મોદી ને નાગરિકતા સંશોધન કાયદા માટે શુભેચ્છા પાઠવું છું. હું અને મારો પરિવાર આ કાયદાને સમર્થન કરીએ છીએ.” અમદાવાદની એક ખાનગી શાળા એ પોતાના વિદ્યાર્થીઓ પાસે પાછલા મંગળવારે એક પોસ્ટકાર્ડ પર પીએમ મોદીને આ સંદેશ લખવા માટે કહ્યું. પરંતુ બુધવારે વિદ્યાર્થીઓના પરિવારજનોના ભારે વિરોધને કારણે સ્કૂલ પ્રશાસને આ માટે માફી માગી અને સમજ ફેર થતું હોવાની વાત કરી. પોસ્ટ કાર્ડ વિદ્યાર્થીઓના પરિવારજનોને પરત કરી દેવામાં આવ્યા. ઘટના ગર્લ્સ લિટલ સ્ટાર સ્કૂલ ની છે, જે અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંબંધિત છે.

વિદ્યાર્થીનીઓના પરિવારજનો ના કહેવા મુજબ મંગળવારે ક્લાસમાં શિક્ષકે બ્લેકબોર્ડ પર નાગરિક સંશોધન કાયદા ના સમર્થન માટે પીએમ મોદીને ધન્યવાદ દેતો એક સંદેશ લખ્યો. ક્લાસમાં હાજર દરેક છાત્રાઓ ને કહેવામાં આવ્યું કે તેઓ આ સંદેશ પોતાની બુક માં લખે અને પોસ્ટકાર્ડ દ્વારા પ્રધાનમંત્રી ઓફિસના સરનામે “સાઉથ બ્લોક સચિવાલય ભવન, રાયસીના હિલ્સ, નવી દિલ્હી” પર પોતાના ઘરના સરનામેથી મોકલી આપે.

સ્કૂલની દસમા ધોરણની વિદ્યાર્થીનીઓ કે જે પોતાની બોર્ડની પરીક્ષાઓ ની તૈયારી માં મશગુલ છે, તેમને પણ આ જ અભિનંદનના સંદેશની ફોટો કોપી આપવામાં આવી. એક વિદ્યાર્થિનીના પિતાએ જણાવ્યું કે, “મારી દીકરી છઠ્ઠું ધોરણ ભણે છે અને મને મંગળવારે જાણ થઈ કે તેમની ટીચરે 10મા ધોરણ સુધીની દરેક વિદ્યાર્થીને સીએએ પર પ્રધાનમંત્રી મોદી ને અભિનંદન આપતો સંદેશ પોસ્ટકાર્ડ દ્વારા મોકલવા માટે કહ્યું. મારી દીકરી નથી જાણતી કે મુદ્દો શું છે, પરંતુ તેને પણ આ બધાનો એક ભાગ બનવા માટે મજબૂર કરવામાં આવી. અમને આ મંજૂર નથી.”

આવી જ રીતે એક વિદ્યાર્થીના પરિવારજને જણાવ્યું કે,” દસમા ધોરણની વિદ્યાર્થીનીઓ હાલ પોતાની ઇન્ટર્નલ પરીક્ષા માટે હાજર થઈ રહી છે. તેમને પણ આ જ રીતના પોસ્ટકાર્ડ લખવા માટે કહેવામાં આવ્યું. જ્યારે આનો વિરોધ કરવામાં આવ્યો તો વિદ્યાર્થીનીઓને ધમકી આપવામાં આવી કે જો CAAના સમર્થનમાં પોસ્ટકાર્ડ નહી મોકલે તો ઇન્ટર્નલ પરીક્ષામાં માર્કસ નહીં મળે. આમાં રહેઠાણનો ઉલ્લેખ કરવા પાછળનું કારણ શું છે, તે પણ પરિવારજનોની અનુમતી વગર?”

ઉલ્લેખનીય છે કે બુધવારે બપોરે ડઝનની સંખ્યામાં વિદ્યાર્થીનીઓ તેમજ તેમના માતા-પિતા સ્કૂલ સંચાલક પાસે પહોંચી ગયા અને આ સમગ્ર ઘટનાનો વિરોધ કર્યો. ત્યારબાદ સ્કૂલ પ્રશાસને પણ પરિવારજનોની માફી માંગી અને આ બધું ભૂલમાં થયું તેમ જણાવ્યું. સીએએના સમર્થનમાં લખવામાં આવેલ પોસ્ટ કાર્ડ પણ પરિવારજનોને પરત કરવામાં આવ્યા.

સ્કૂલ પ્રશાસનના જ્યારે સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે આમ કરાવવા પાછળ કોઈ પણ પ્રકારનું રાજકીય દબાણ ન હોવાની વાત કરી. સ્કૂલના ટ્રસ્ટી અને માલિક જિનેશ પરસરામ એ કહ્યું કે, “મામલો શાંત પડી ગયો છે. અમુક શિક્ષકો દ્વારા અધિકારોનો દુરુપયોગ નો મામલો છે, જેમને મારી જાણકારી વગર મંગળવારે અમુક ધોરણોમાં આવુ કરવામાં આવ્યું. અમે પરિવારજનોને CAA ના સમર્થન વાળા પત્રો પાછા આપી દીધા છે.” જણાવી દઈએ કે સ્કુલમાં અંદાજે 1,200 વિદ્યાર્થી અભ્યાસ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *