એક નાનકડી ઈલાયચી કરશે તમારા બધા દુઃખ દર્દ દૂર, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

Published on: 6:47 pm, Fri, 17 September 21

એક લીલી ઇલાયચીને હાથમાં લેવાથી તમારી બધી સમસ્યાઓ દૂર કરવા થશે. તેને તમે જ્યાં નિયમિત પૂજા પાઠ કરતા હોય ત્યાં જવાનું અને હાથ જોડીને આ મંત્રનો જાપ કરવાનો. – ॐ श्रीं श्रीयै नमः! આ મંત્ર ભગવાનનું ધ્યાન ધરીને તમારે 108 વાર બોલવાનો રહેશે.

આ કામ કરો ત્યારે એકવાતનું ખાસ ધ્યાન રાખજો કે આ કામ તમે એકલા જ કરો તેમાં તમને કોઈ પરેશાની આવે નહીં. ત્યારબાદ આ ઇલાયચીને જમણા હાથની મુઠ્ઠીમાં બંધ કરી લો. હવે આ જ સ્થતિમાં ઘરમાં અંદર જેટલા પણ રૂમ છે એમાં 7 વાર ઘરની પરિક્રમા કરો અને ફરીથી પૂજા કરવાના સ્થાન પર આવી જાવ.

હવે ઇલાયચીને એક લાલ કપડામાં મૂકી તેની પોટલી બનાવો. ધ્યાન રાખો કે, પોટલીને ગાંઠ નથી બાંધવાની પોટલીને બંધ કરવા માટે લાલ રંગના દોરાનો જ ઉપયોગ કરવાનો છે. જો કપડાનો રંગ કે પછી દોરાનો રંગ અલગ હશે તો તે માન્ય ગણાશે નહીં. હવે આ પોટલીને લઈને એવી જગ્યાએ સંતાડી દો કે જ્યાં કોઈને સરળતાથી મળી શકે નહીં.

હવે તમારે 21 દિવસ સુધી આ પોટલીને અડવાણી નથી. ત્યારબાદ એ પોટલીને કોઈપણ નદી, તળાવ કે પછી વહેતુ પાણી હોય એવી જગ્યાએ વિસર્જિત કરી ડો. જો તમારી આજુબાજુ કોઈ ઝાડ છે તો તમે તેની નીચે ખાડો કરીને ત્યાં પણ દાંટી શકો છો. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, જો તમે પીપળાના ઝાડ નીચે આ પોટલી દબાવશો તો તે ખુબ સારું રહેશે.

આ સરળ ઈલાયચીનો ઉપાય કરવાથી તમારા જીવનમાં રહેલ બધી જ મુશ્કેલીઓમાં તમને રાહત મળશે. તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. જો પૈસા ટકતા નથી તો તેમાં પણ તમને રાહત મળશે. તમારા જીવનમાં અટકેલા બધા જ કામ ફટાફટ પાર પાડવા લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.