PUBG રમનાર ખાસ વાંચે : સતત રમવાના કારણે મગજમાં જામી ગયું લોહી, પહોંચી ગયો ICUમાં

ભારતમાં ઓનલાઈન વીડિયો ગેમ પબજી રમવા માટે લોકો કેટલા ક્રેઝી હોય છે તે જણાવવાની જરૂર નથી. ભારતમાં આ ગેમ રમવાના કારણે કેટલાક લોકોએ પોતાનો જીવ…

ભારતમાં ઓનલાઈન વીડિયો ગેમ પબજી રમવા માટે લોકો કેટલા ક્રેઝી હોય છે તે જણાવવાની જરૂર નથી. ભારતમાં આ ગેમ રમવાના કારણે કેટલાક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે, તો કેટલાક ઘરમાંથી ભાગી જાય છે. તાજેતરમાં જ એક વ્યક્તિ પબજી રમતના કારણે હોસ્પિટલમાં દાખલ થયો છે. સતત પબજી રમવાના કારણે એક 19 વર્ષના બાળકના મગજમાં લોહી જામી ગયું અને તેની હાલત ગંભીર થઈ ગઈ હતી.

આ ઘટના તેલંગણાની છે. આ ઘટનાથી સાબિત થઈ ગયું છે કે ઓનલાઈન ગેમ્સ યુવાનોનું જીવન ખરાબ કરી રહી છે. તેલંગણાના વનપાર્થી જિલ્લામાં દિવસ અને રાત પબજી ગેમ રમવાના કારણે 19 વર્ષના યુવકના મગજમાં લોહીના ગાઠા જામી ગયા છે અને તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે તે તેને હોસ્પિટલમાં આઈસીયૂમાં રાખી સારવાર આપવામાં આવી રહી છે.

પબજી રમવાના કારણે બીમાર થયેલો વિદ્યાર્થી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ડોક્ટર્સ અનુસાર તેનું ખાણીપીણી ખરાબ થઈ ગઈ હતી અને આ કારણે અચાનક તેનું વજન ઘટી ગયું હતું. તે દિવસમાં 6થી 7 કલાક સુધી પબજી રમે રાખતો હતો. તેવામાં થોડા દિવસો પહેલા તેના ડાબા હાથ અને પગનું હલનચલન બંધ થઈ ગયું હતું. આ સમસ્યા બાદ તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો અને ત્યાં થયેલી તપાસમાં જાણવા મળ્યું કે ખરાબ ન્યૂટ્રિશનના કારણે તે ડિહાઈડ્રેશનનો શિકાર હતો અને તે રમતના કારણે માનસિક તાણ સહન કરી રહ્યો હતો.

તેની સારવાર કરતા ડોક્ટર અનુસાર તેને જ્યારે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો તો તે બરાબર રીતે બોલી અને જવાબ આપી શકતો ન હતો. ત્યારબાદ દર્દીની માતાએ તેની રમત વિશે જણાવ્યું. જો કે આ પહેલી ઘટના નથી કે કોઈ વ્યક્તિને પબજીના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોય.  આ અગાઉ પણ અનેક ઘટનાઓ એવી બની છે જેમાં લોકો ખાવા પીવાનું છોડી અને પબજી રમવા પાછળ સ્વાસ્થ્ય અને જીવન ખરાબ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *