સુરતમાં ‘વેલેન્ટાઈન ડે’ ના દિવસે જ એકતરફા પ્રેમીએ પાર કરી હેવાનિયત- યુવતીની મોપેડ પર એવી વસ્તુ લગાવી દીધી કે…

Published on Trishul News at 7:40 PM, Tue, 14 February 2023

Last modified on February 14th, 2023 at 7:40 PM

સુરત(Surat): આજે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે(Valentine day) છે. ત્યારે લોકો પોતાના પ્રેમીઓ સાથે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતા હોય છે. દરેક લોકો પોત-પોતાની રીતે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતા હોય છે. આવી સ્થિતિમાં સુરત શહેરમાંથી વેલેન્ટાઈન ડેનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેના વિશે જાણી તમે પણ ચોકી ઉઠશો. તો ચાલો આ ઘટના વિશે વિગતવાર જાણીએ…

મળતી માહિતી અનુસાર, આજે વેલેન્ટાઈન ડે હોવાને કારણે એક પ્રેમીએ પોતાની પ્રેમિકાના મોપેડ પર GPS ટ્રેકર લગાવી દીધું હતું. પ્રેમીએ પોતાની પ્રેમિકાનો પીછો કરવા તેમજ જાસૂસી કરવા GPS ટ્રેકર લગાવ્યું હતું. જેથી તેને પોતાની પ્રેમિકા ક્યાં ક્યાં જાય છે તે વિશે જાણ થઇ શકે.

પરંતુ પ્રેમિકાની ગાડીમાં કોઈ વાંધો આવવાને કારણે તેણે પોતાનું મોપેડ સર્વિસમાં આપ્યું હતું. ત્યારે ગાડીની સર્વિસ દરમિયાન તેમાંથી GPS ટ્રેકર મળી આવ્યું હતું. તે સમયે આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. ઘટનાની જાણ થતા યુવતીના પરિવારજનો યુવકના ઘરે સમજાવવા પણ ગયા હતા.

પરંતુ તે ન સમજતા અંતે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે કતારગામ પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. વેલેન્ટાઈન ડેના દિવસે જ આવો અજીબોગરીબ કિસ્સો સામે આવતા લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Be the first to comment on "સુરતમાં ‘વેલેન્ટાઈન ડે’ ના દિવસે જ એકતરફા પ્રેમીએ પાર કરી હેવાનિયત- યુવતીની મોપેડ પર એવી વસ્તુ લગાવી દીધી કે…"

Leave a comment

Your email address will not be published.


*