જાહેર થયો ઓલાની પ્રથમ ઇલેક્ટ્રિક કારનો ‘ફર્સ્ટ લુક’ – કિંમત જાણી અત્યારે જ લેવા ઉપડશો

ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની વધતી જતી માંગ વચ્ચે ઈલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની Ola પોતાની પહેલી ઈલેક્ટ્રિક કાર લઈને આવી રહી છે. કંપનીએ ​​આ કારનો ફર્સ્ટ લુક…

ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની વધતી જતી માંગ વચ્ચે ઈલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની Ola પોતાની પહેલી ઈલેક્ટ્રિક કાર લઈને આવી રહી છે. કંપનીએ ​​આ કારનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. અગાઉ કંપનીએ Ola ઈલેક્ટ્રિક સ્કૂટર રજૂ કર્યું હતું. જોકે, કારના સેગમેન્ટ વિશે કોઈ નક્કર માહિતી સામે આવી નથી. પરંતુ રિપોર્ટ્સ અનુસાર, તે સેડાન સેગમેન્ટની ઇલેક્ટ્રિક કાર હશે.

ટીપસ્ટર અભિષેક યાદવે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ઓલા ઇલેક્ટ્રિક કારની કેટલીક તસવીરો શેર કરી છે. માહિતી અનુસાર, કંપનીએ રવિવારે તમિલનાડુમાં ઓલા ફ્યુચર ફેક્ટરીમાં ગ્રાહકોની મુલાકાત લીધી હતી, જ્યાં કંપનીના સીઈઓ ભાવિશ અગ્રવાલે ઇલેક્ટ્રિક કારનો ટીઝર વીડિયો રિલીઝ કર્યો છે. ટીઝરમાં કારની ડિઝાઇનની ઝલક જોવા મળે છે.

ટીઝર વીડિયો અનુસાર કારમાં ફ્યુચરિસ્ટિક ડિઝાઈન આપવામાં આવી છે. તેની આગળથી પાછળ સુધી એલઇડી લાઇટ લગાવવામાં આવી છે, જે અંધારામાં કારને ખૂબ જ અદભૂત લુક આપે છે. ટીઝરમાં કારને રેડ કલરમાં રજૂ કરવામાં આવી છે. Ola ઇલેક્ટ્રિક કારમાં સ્લીક LED હેડલેમ્પ્સ, સ્લોપી વિન્ડશિલ્ડ અને સ્પોર્ટી એલોય વ્હીલ્સ જોવા મળશે.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ ભાવિશ અગ્રવાલે પહેલી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની જાણકારી આપી હતી. આ દરમિયાન, તેણે કહ્યું હતું કે કંપની લગભગ 6 મહિનાથી ઓટોનોમસ વ્હીકલનું ટેસ્ટિંગ કરી રહી છે. આ કારને ગ્લોબલ માર્કેટમાં આવવામાં બે વર્ષ જેટલો સમય લાગી શકે છે. તેની કિંમત અંગે કંપનીના સીઈઓએ કહ્યું કે, આ ઇલેક્ટ્રિક કારની કિંમત 10 લાખની અંદર હશે, જેથી વધુને વધુ લોકો તેને ખરીદી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *