ભારતનુ એક એવું મંદિર કે જેના નિર્માણમાં 3 હજાર હાથીઓએ આપ્યું હતું શ્રમદાન, જાણો આ મંદિર વિશે સમગ્ર માહિતી

ભારત દેશનું નામ દુનિયાના સુંદર દેશોમાં સામેલ છે. અહીં ઘણા બધા મંદિર અને ધાર્મિક સ્થળો આવેલા છે. દેશ દુનિયાના પ્રવાસીઓ અહીં ભગવાનના દર્શન કરવા માટે…

ભારત દેશનું નામ દુનિયાના સુંદર દેશોમાં સામેલ છે. અહીં ઘણા બધા મંદિર અને ધાર્મિક સ્થળો આવેલા છે. દેશ દુનિયાના પ્રવાસીઓ અહીં ભગવાનના દર્શન કરવા માટે આવે છે. આ બધા મંદિરોનું પોતાનું આગવું અને પૌરાણિક મહત્વ છે. આવું જ એક મંદિર તમિલનાડુના તાંજોર માં આવેલું છે, જે તેના વાસ્તુ અને શિલ્પકલા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

આ મંદિરનું નામ બૃહદેશ્વર મંદિર છે. તમિલનાડુના તાંજોર માં આવેલું હોવાથી તેને તાંજોર મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. તેનું નિર્માણ ઇ.સ 1003- 1010 ની વચ્ચે ચોલ શાસક પ્રથમ રાજા રાજા ચોલે કરાવ્યું હતું. તેમના નામ પરથી જ આ મંદિરનું નામ રાજરાજેશ્વર મંદિર રાખવામાં આવ્યું હતું. કહેવાય છે કે આ મંદિરને બનાવવાને લઇને તેમને એક સપનું આવ્યું હતુ જયારે તેઓ શ્રીલંકા ની યાત્રા પર નીકળ્યા હતા.

ભગવાન શિવને સમર્પિત આ મંદિર 13 માળ નું છે,જેની ઉંચાઈ લગભગ 66 મીટર છે. સામાન્ય રીતે કોઇ પાયા વગર ન તો કોઈ મકાન બને અને ન કોઈ પ્રકારની અન્ય ઇમારત બને. આ વિશાળ મંદિર ની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ મંદિર પાયા વગર હજારો વર્ષ થી ઉભુ છે.આ એક રહસ્ય જ છે જેનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું.

એવું કહેવામાં આવે છે કે, આ મંદિર બનાવવા માટે સંપૂર્ણ રીતે ગ્રેનાઈટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે વિશ્વનું આ પ્રકાર નું પ્રથમ મંદિર છે જે ગ્રેનાઇટ થી બનેલું છે.બૃહદેશ્વર મંદિરના નિર્માણમાં લગભગ 1 લાખ 30 હજાર ટન ગ્રેનાઈટના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ પથ્થરોને અલગ-અલગ જગ્યાએથી લાવવા માટે 3 હજાર હાથીઓની મદદ લેવામાં આવી હતી.આ મંદિર તેની ભવ્યતા, વાસ્તુ શિલ્પ અને ગુંબદ ના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

આ મંદિરની વધુ એક વિશેષતા એ છે કે તેના શિખર પર એક સુવર્ણકળશ છે અને તે સુવર્ણકળશ જે પથ્થર પર સ્થિત છે તેનું વજન આશરે 80 ટન જણાવવામાં આવે છે. આટલા વજનદાર પથ્થરને મંદિરના શિખર પર કેવી રીતે લઈ જવામાં આવ્યો હશે તે પણ આજ સુધી એક રહસ્ય જ બનેલું છે. ભગવાન શિવના આ ભવ્ય મંદિરને જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. માનવામાં આવે છે કે આ મંદિરમાં શિવના દર્શન કરવાથી દરેક ની મનોકામના પૂર્ણ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *