કાબુ ગુમાવતા પુરપાટ ઝડપે દોડી રહેલી કાર સીધી ખેતરમાં ઘુસી ગઈ, ગણતરીની સેંકડમાં એવો ભયંકર અકસ્માત સર્જાયો કે…

Published on: 2:33 pm, Fri, 20 November 20

પાટણનાં કલ્યાણપુરનાં ઠાકોર પરિવારમાં દિવાળીનો પર્વ માતમમાં છવાયો. કારણ છે કે, એક સાથે 3 યુવાનોનાં મોત. બનાવ બની રાધનપુર પાસે નેશનલ હાઇવે પર. જ્યાં ક્રેટા ગાડીનાં ચાલકે સ્ટીયરિંગ પરથી કંટ્રોલ ગુમાવતાં કાર ખેતરમાં કામ કરતાં ખેડૂતો પર ફરી વળી. જેનાં પગલો 3 જુવાન દીકરાનાં બનાવ સ્થળે મૃત્યુ થતાં દિવાળીનો પર્વ મૃતકનાં પરિવાર માટે હૈયાહોળી પુરવાર થયો.

આ કાળમુખી બનાવની વિગત એવી છે કે, રાધનપુરથી 7 km દૂર આવેલ કલ્યાણપુરા ગામમાં કાળીચૌદશની સવારનાં સમયે 7 વાગ્યે નેશનલ હાઇવેની સાઇડ પર આવેલ ખેતરમાં 5 યુવાન ખેડૂતો ખેતરની ફરતે વાડ કરતાં હતા. આમાં કલ્યાણપુરા ગામનાં પેટ્રોલ પંપ નજીક કચ્છ બાજુથી એક કાર રોન્ગ સાઈડ આવતી હતી. આ ક્રેટા ગાડીનાં ચાલકે સ્ટીયરિંગ પરથી તેનો કંટ્રોલ ગુમાવ્યો હતો.

છેવટે પરિણામે કાર સર્વિસ રોડ પરથી ઊતરીને ઝડપથી ખેતરમાં ઘૂસી હતી, ખેતરમાં વાડ કરતા 3 વ્યક્તિને ગાડીએ જોરદાર ટક્કર મારતાં આ 3 વ્યક્તિનાં બનાવસ્થળે જ મૃત્યુ થયા હતાં, જ્યારે 2 વ્યક્તિનો બચાવ થયો હતો. આ 3 મૃતક યુવાનો રાધનપુરનાં કલ્યાણપુરા ગામમાં રહે છે. અકસ્માતને લઈને કલ્યાણપુરા ગામનાં લોકો બનાવ સ્થળ પર આવ્યા હતા. બનાવ સ્થળે લોકોનાં ટોળેટોળા આવ્યા હતા.

બનાવ સ્થળે હાજર વ્યક્તિએ જણાવ્યું કે, કચ્છ બાજુથી આવતી ક્રેટા ગાડી (GJ 12 DG 8349)નાં ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કંટ્રોલ ગુમાવતાં ખેતરની વાડ કરતાં ધનજીભાઈ જેમલભાઈ ઠાકોર(ઉંમર વર્ષ 23), પ્રભુભાઈ સોમાભાઈ ઠાકોર(ઉંમર વર્ષ 25) તેમજ નભાભાઇ ગાંડાભાઈ ઠાકોર (ઉંમર વર્ષ 38)ને જોરદાર ટક્કર મારી હતી. જેનાં લીધે 3 વ્યક્તિનાં બનાવસ્થળે જ કમકમાટીભર્યાં મૃત્યુ થયાં હતાં.

અકસ્માતમાં મૃત્યુ પામેલ 3 યુવકો કુટુંબી ભાઈઓ હતાં. તેથી પરિવારનાં માથે આભ તૂટી પડ્યું હતું. સગાં-સંબંધીઓનાં આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. દિવાળીનાં તહેવાર પર જ 3 પરિવારોનાં જીવનદીપ બૂઝાતા ગામમાં પણ દિવાળી સમયે ખુશીનાં બદલે માતમ છવાઇ ગયો હતો. બીજી બાજુ અકસ્માતને પગલે પોલીસ બનાવસ્થળે દોડી ગઈ હતી. 3 મૃતદેહોને રાધનપુર રેફરલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે લઇ જવામાં આવ્યા હતા, જ્યારે 2 યુવાન ખેડૂતો કાનજીભાઈ જેમલભાઈ ઠાકોર તેમજ બચુભાઈ જેમલભાઈ ઠાકોરનો ચમત્કારિક બચાવ થયો હતો. પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે કે, છેવટે કાર ચાલકે કાબૂ કઈ રીતે ગુમાવ્યો. ચાલક નશામાં હતો અથવા બાદ કોઈ ટેકનિકલ કારણસર આ અકસ્માત સર્જાયો છે તેને લઈને પણ તપાસ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle