સુરતના અમરોલી ખાતે જુગાર રમતા કુલ 7 લોકો રંગેહાથે ઝડપાયા- જાણો દરેકના નામ

સુરત શહેરમાં અવાર નવાર લોકો જુગાર રમતા હોય છે અને તેમને પોલીસ પકડી પાડતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતના અમરોલી વિસ્તારના કિષ્ના…

સુરત શહેરમાં અવાર નવાર લોકો જુગાર રમતા હોય છે અને તેમને પોલીસ પકડી પાડતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતના અમરોલી વિસ્તારના કિષ્ના એમ્બ્રોડરી ખાતેથી સામે આવી છે. જ્યાં જુગાર રમતા લોકો પર અચાનક જ પોલીસ પહોચી ચુકી હતી.

સુરતના અમરોલી વિસ્તારના કિષ્ના એમ્બ્રોડરી ખાતેથી જુગાર રમતા કુલ 7 લોકોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર ઘટના ગઈ કાલે એટલે કે શુક્રવારના રોજ બની હતી. પોલીસને જુગાર રમતાની બાતમી મળતા પોલીસ અચાનક જ ઘટના સ્થળે ઘસી આવી હતી અને તમામ જુગારી આરોપીને પકડી પાડ્યા હતા.

જેમાં મિતુલભાઇ પાલડીયા(ઉ.વ.36), પ્રિન્સ રિજીયા(ઉ.વ.22), ભરત વાવડીયા(ઉ.વ.30),  જયદિપ સેલીયા(ઉ.વ.26),  ભરત ચોવટીયા(ઉ.વ.34), ક્રુણાલ રૂડકીયા(ઉ.વ.23), બીપીન સાબલપરા((ઉ.વ.29) શામેલ છે. તમામની હાલ પોલીસ દ્વારા અટકાયત કરવામા આવી છે.

પોલીસને ઘટના સ્થળેથી ૧૮,૮૨૦ રોકડ રૂપિયા અને 2 ગંજી પાના તથા દક્ષીણ ગુજરાત વીજ કંપનીનુ લાઇટબીલ  મળી આવ્યું હતું. હાલમાં તમામ આરોપીને પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. જુગાર ધારા કલમ—૪, ૫ મુજબ તમામ 7 લોકો પર ગુનો નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *