સુરતમાં વેપારીએ સાડી પર જોબવર્કનું કામ કરાવીને આચરી લાખો રૂપિયાની છેતરપીંડી

Published on: 7:29 pm, Tue, 27 July 21

સુરત(ગુજરાત): સુરત ટેક્સટાઇલમાં દુકાન ધરાવતા કાપડના વેપારીએ કાપોદ્રાના સાડી જોબવર્કનું કામ કરતા વેપારી પાસે અલગ અલગ સમયે કુલ 6.61 લાખ રૂપિયાનું જોબવર્કનું કામ કરાવી બાદમાં પૈસા નહીં ચુકવતા પોલીસ ફરિયાદ નોંધાય છે. વારંવાર ઉઘરાણી કરવા છતાં વેપારીએ પૈસા નહીં આપતા છેતરપિંડીનો પોલીસે વેપારી વિરુધ 6.61 લાખની ઠગાઇનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

મળતી માહિતી અનુસાર, ભાગીદારીમાં કાપોદ્રા ગાયત્રી સોસાયટીમાં ભોયતળિયે સાડીમાં લેશ પટ્ટીનું ખાતુ ખોલવામાં આવ્યું હતું. રિંગરોડ કોહીનુર ટેક્સટાઈલ માર્કેટમાં ઓફિસ ધરાવતા કુલદિપ શ્રી કૈલાશ ગુપ્તાએ કેવલ પાસેથી શરુઆતમાં સાડી ઉપર જોબવર્ક કરાવી તેની મજુરીના નિકળતા રૂપિયા સમયસર ચુકવીને તેનો વિશ્વાસ મેળવ્યો હતો.

ગઈ તા 10 જાન્યુઆરી 2020થી 23 માર્ચે 2020 સુધીમાં કુલ રૂપીયા 7,99,079 નું એમ્બ્રોઈડરી જોબવર્ક કરાવ્યું હતું અને તે પૈકી રૂપિયા 1,87,000નું પેમેન્ટ ચૂકવી આપ્યું હતી. ત્યારબાદ બાકી નિકળતા રૂપિયા 6,61,070 નું પેમેન્ટની અવાર નવાર ઉઘરાણી કરવા છતાંય રૂપિયા નહી આપી છેતરપિંડી કરી હતી. જેને કારણે છેવટે કેવલભાઈએ કાપોદ્રા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કુલદીપ ગુપ્તા વિરુધ ઠગાઇનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.