મોરબીમાં ગુરુનાનક જયંતી ઉજવીને ઘરે જતાં જામનગરના પરિવારને નડ્યો ત્રિપલ અકસ્માત- 1નું મોત અને 12 ગંભીર

મોરબી(Morbi): રાજયમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. મોરબી(Morbi)માં જાણે ઘાત બેઠી હોય તેમ અકસ્માતો(Accident) થઇ રહ્યાં છે. જેમાં તાજેતરમાં જ ઝુલતો પુલ તુટતા…

મોરબી(Morbi): રાજયમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. મોરબી(Morbi)માં જાણે ઘાત બેઠી હોય તેમ અકસ્માતો(Accident) થઇ રહ્યાં છે. જેમાં તાજેતરમાં જ ઝુલતો પુલ તુટતા 135 લોકો મચ્છુ નદિમાં પડતા મોતને ભેટ્યા હતા. ત્યારે હવે આ માર્ગ અકસ્માતમાં એકનું મોત થયુ છે. તથા 12 લોકો ઘાયલ થયા છે. જેમાં ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ત્રિપલ અકસ્માતમાં 1નું મોત અને 12 ગંભીર
મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના કવાડીયા ગામ નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ટ્રક, ઇકો કાર અને બસ વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાતા એક વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હળવદના કવાડીયાના પાટીયા પાસે ત્રિપલ અકસ્માત થયો છે. જેમાં એસટી બસ, ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત થયો છે. તેમાં અકસ્માતમા 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમજ એકનુ મોત થયુ છે. મોરબીમાં બનેલા આત્રિપલ અકસ્માતમાં ઇકો કારમાં ધ્રાંગધાથી જામનગરનો પરિવાર ગુરુનાનક જયંતિની ઉજવણી કરીને મધરાતના 3:15 વાગ્યાની આસપાસ જામનગર જતો હતો.

એ સમયે હળવદ તાલુકાના કવાડીયાના પાટિયા નજીક ઇકો બેફામ ગતિએ આવતા ટ્રકના ચાલકે ઇકો કારને ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો. ઇકો કારના ચાલક 65 વર્ષીય સેજુમલ મૂલચદ જાગીયાણીનું મોત નીપજ્યું હતું. જ્યારે આગળ સુરત મુન્દ્રા રૂટની એસ ટી બસ ટ્રાફિકને કારણે રસ્તા પર સાઈડમાં ઉભી હતી.

એ વખતે ટ્રકે આગળ જતા રસ્તા પર ઉભેલ એસીટી બસને અડફેટે લીધી હતી. જેથી બસમાં સવાર ડ્રાઇવર અને મુસાફરોને પણ ઇજા પહોંચી હતી. જ્યારે ટ્રક ચાલક ડ્રાઈવર પણ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ગમખ્વાર અકસ્માતની જાણ થતા હળવદ પોલીસના મનહર પ્રજાપતિ અને યુવરાજસિંહ જાડેજા સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને 12 ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *