હિંમતવાળા જ જોજો અકસ્માતના આ ધ્રુજાવી દેતા દ્રશ્યો- ટ્રકની ભયંકર ટક્કરમાં પાપડ થયું શ્રમિકોથી ભરેલું ટ્રેક્ટર- એકસાથે 15 મજુરો…

ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માત(Accident)ની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે આવો જ એક દર્દના અકસ્માત સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લાના પાટડી(Patdi)ના અખીયાણા ગામ નજીક સર્જાયો છે.…

ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માત(Accident)ની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે આવો જ એક દર્દના અકસ્માત સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લાના પાટડી(Patdi)ના અખીયાણા ગામ નજીક સર્જાયો છે. આ અકસ્માતમાં મજૂરો ભરીને ખેતર જઈ રહેલા ટ્રેક્ટર સાથે ટ્રક અથડાયો હતો.

મળતી માહિતી અનુસાર આ દર્દનાક અકસ્માતમાં ટ્રેક્ટર ઉપર આખેઆખી ટ્રક ચડી જવાને કારણે બે લોકોના ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યા મોત થયા છે.

જયારે ટ્રેક્ટર માં સવાર અન્ય 15 જેટલા મજૂરો ઇજાગ્રસ્ત થયા છે. હાલમાં તો ઈજાગ્રસ્તો ને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

જેમાં એક મજૂર અને એક મહિલાનું ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું અને મજૂરોની ચિચિયારી થી હાઈવે ગુંજી ઉઠ્યો હતો.

મળતી માહિતી અનુસાર, પાટડી તાલુકાના માલવણ હાઇવે પર અખીયાણા ગામ પાસે મજૂરો ટેકટર લઈને મજૂરી કામ માટે ખેતરે જઈ રહ્યા હતા.

આ સમય સામેથી માતેલા સાંઢની માફક પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક ના ચાલકે અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રેક્ટર સાથે અકસ્માત થયો હતો અને ટ્રેકટરની કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે જ બે લોકોના દર્દનાક મોત થયા હતા. સાથે 15 કરતા વધારે મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા.

ટ્રક અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતને લીધે હાઇવે પર લોહીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

મહત્વનું છે કે, પાટડીના માલવણ હાઇવે પર અકસ્માત સર્જાતા ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

અકસ્માતની ઘટના અંગે જાણ થતા બજાણા પીએસઆઇ ડીજે ઝાલા અને ગોવિંદભાઈ ભરવાડ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક ક્લીયર કરાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *