Lockdown માં ઘરે પહોંચવાનો અનોખો જુગાડ, વાંચ્યા પછી તમે પણ કેહશો કે આવું તો ભારતમાં જ થાય

lockdown માં મોટા શહેરોમાં ફસાયેલા પ્રવાસી મજૂરો સેંકડો કિલોમીટર કાપી પોતાના ઘરે પાછા જવા માટે અનોખી રીત અપનાવી રહ્યા છે.lockdown ને લઈને અલગ અલગ રાજ્યોએ…

lockdown માં મોટા શહેરોમાં ફસાયેલા પ્રવાસી મજૂરો સેંકડો કિલોમીટર કાપી પોતાના ઘરે પાછા જવા માટે અનોખી રીત અપનાવી રહ્યા છે.lockdown ને લઈને અલગ અલગ રાજ્યોએ પોતાના અલગ અલગ નિયમો બનાવી રાખેલા છે, જેના લીધે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા પર લોકો ફસાયેલા રહેતા હતા. એવામાં કેટલાક લોકોએ લાંબુ અંતર કાપવા માટે એક સ્માર્ટ રીત અપનાવી રહ્યા છે.

આવો જ એક મામલો રવિવારના રોજ મધ્યપ્રદેશના ભોપાલમાં જોવા મળ્યો છે. જ્યાં બાયપાસ પાસે લોકો ભેગા થયેલા હતા.જ્યારે તેમના વિશે જાણવામાં આવ્યું તો સામે આવ્યું કે તેઓ બીજા રાજ્યોમાંથી આવેલા હતા અને અહીંયાથી ટ્રક બદલી પોતાના રાજ્યોમાં જનાર છે.

આવા જ એક વ્યક્તિ સાથે વાત કરવામાં આવી તો તેણે પોતાનું નામ અરુણ યાદવ જણાવ્યું. તેણે જણાવ્યું કે તેઓ બેંગ્લોર થી ૬ દિવસ પહેલાં નીકળ્યા હતા. હજુ પંદરસો કિલોમીટરનું અંતર કાપી શક્યા છે.હજુ ગોરખપુર સુધીની એક હજાર કિલોમીટરનું અંતર કાપવાનું બાકી છે.

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે છ દિવસમાં આટલી ઝડપથી પગપાળા કેવી રીતે પહોંચી ગયા? તો તેણે જવાબ આપ્યો કે પગપાળા તો ફક્ત બોર્ડર ક્રોસ કરવા માટે જ ચાલે છે. અમે બેંગ્લોરથી એક ટ્રકમાં બેસી જતા તેરસો રૂપિયા આપી મહારાષ્ટ્ર બોર્ડર સુધી આવી ગયા. ત્યાંથી એક પગપાળા અને 300 રૂપિયા આપ્યા તો તેણે મધ્યપ્રદેશના બોર્ડર સુધી છોડી દીધા.મધ્યપ્રદેશની બોર્ડરથી કોઈપણ પ્રકારે લિફ્ટ લઇને અહીંયા આવ્યા અને અહીંયા યુપી બોડર પર ઝાંસી સુધી ચાલ્યા જશું. હવે આ એક ટ્રક વાળા પર આધાર રાખે છે કે તે કેટલા પૈસા લે છે.

જણાવી દઈએ કે દેશમાં કોરોનાવાયરસના કારણે પહેલી વખત 25 માર્ચ ના રોજ ૨૧ દિવસ માટે lockdown લાગુ કરવામાં આવ્યું હતું. જેમાં આવ-જા ઉપરાંત સાર્વજનિક સાધનને બંધ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ ૧૫ એપ્રિલના રોજ lockdown બીજું ચરણ શરૂ થયું જે 19 દિવસ ચાલ્યું. તેના પછી ૪ મે થી ૧૭મી મે સુધી ત્રીજુ lockdown ચાલી રહ્યું છે. આ વખતે દેશના જિલ્લાઓને ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં આવવાના સાધનોમાં કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *