‘ભગવા’ રંગના જેકેટ પહેરી Pathaan જોવા પહોચ્યા ગુજરાતીઓ… ફિલ્મ જોઇને એવા રીવ્યુ આપ્યા કે, વિરોધીઓને લાગશે મરચા

Pathaan: શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) ની બોલિવૂડની ફિલ્મ પઠાણ (Pathaan) ને લઈને કેટલાય સમયથી વિવાદો ચાલી રહ્યા છે. વિવાદોની…

Pathaan: શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) ની બોલિવૂડની ફિલ્મ પઠાણ (Pathaan) ને લઈને કેટલાય સમયથી વિવાદો ચાલી રહ્યા છે. વિવાદોની વચ્ચે આજે Pathaan ફિલ્મ રિલીઝ થઈ ચુકી છે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં મૂવી જોવા માટે અનેક દર્શકો આવ્યા છે.

આજે Pathaan ફિલ્મના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં અમદાવાદના થિયેટરમાં એક વ્યક્તિ ભગવા રંગનું જેકેટ પહેરીને Pathaan મૂવી જોવા માટે આવ્યો છે. શરૂઆતથી જ Pathaan ફિલ્મના ટ્રેલરને લઈને કેટલાક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સંગઠનોએ ‘Pathaan’ ફિલ્મ રિલીઝ થાય તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ Pathaan ફિલ્મ રિલીઝ થવાના થોડાં દિવસ અગાઉ તમામ મામલો શાંત પડ્યો હતો અનેક સંગઠનોએ વિરોધ પરત પણ ખેંચી લીધો હતો.

તેમ છતાંય થિયેટરના માલિકોએ મુખ્યમંત્રીને Pathaan ફિલ્મ રિલીઝ થાય ત્યારે પોલીસ સુરક્ષાની માંગ કરી હતી. તેથી આજે Pathaan ફિલ્મ રિલીઝ થઈ ત્યારે થિયેટરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકોને ટિકિટ આપીને ફિલ્મ બતાવવામાં આવી રહી છે.

રિલીઝના ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉમાં Pathaan ફિલ્મ જોવા માટે અનેક લોકો પહોંચ્યા છે. લાંબા સમય બાદ શાહરૂખ ખાનની ફિલ્મ આવતા દર્શકો ખુબજ ઉત્સાહ સાથે ફિલ્મ જોવા પહોંચ્યા છે. દર્શકોનું કહેવું છે કે, અમને કોઈપણ પ્રકારનો ડર નથી તથા શાહરૂખના ફેન છીએ, એટલા માટે જ ફિલ્મ જોવા આવ્યા છીએ.

એક દર્શક તો Pathaan ફિલ્મ જોવા માટે ભગવા કલરનું જેકેટ પહેરીને આવી પહોંચ્યો હતો. આ દર્શકનું નામ જીગ્નેશ પંડ્યા છે. જીગ્નેશએ કહ્યું કે, Pathaan ફિલ્મમાં જે કલરનો વિવાદ કરવામાં આવ્યો હતો, તે જ કલરના હું માન આપીને આવ્યો છું. Pathaan ફિલ્મમાં એવું કંઈ નથી, ભેદભાવ રાખ્યા વગર બધાએ Pathaan ફિલ્મ જોવી જોઈએ. શાહરુખ ખાને આ ફિલ્મમાં ખુબજ મહેનત કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, માઇનોરિટી કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહિ રાખવો જોઈએ. તમામ લોકોને સાથે રાખીને ચાલવું જોઈએ.

ત્યારે એક જિશાન નામના દર્શકે કહ્યું કે, જે લોકોને વિરોધ કરવો હોય તે વિરોધ જ કરતા રહે છે. તે લોકોને ખામી નિકાળવી છે તે ખામી જ નીકાલ્યા કરે છે. અમે લોકો નાનપણથી જ શાહરુખની ફિલ્મ જોઈ છે. અમે શાહરુખના બોવ મોટા ફેન છીએ, આ ફિલ્મ અમારા માટે એક ટ્રીટ છે. એટલે અમે ફિલ્મ જોવા માટે આવ્યા છીએ. તેથી બધું એક્સેપ્ટ કરવું જોઈએ. જિશાનએ કહું કે હું ફિલ્મ જોવા આવ્યો છું તો જોઈને જ જઈશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *