ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ભારત નું એવું એક ગામ જ્યાં બધા લોકો તાંત્રિક છે.

A village in India where all the people are Tantric.

પ્રાચિન સમયમાં કામરુ દેશ તરીકે ઓળખાતા આસામ રાજયનું માયોગ ગામ દેશમાં કાળા જાદૂની ધરતી તરીકે ઓળખાય છે. નવાઇની વાત તો એ છે કે આ ગામના લોકોની રોજગારીનું મુખ્ય સાધન જાદૂ ટોણા છે. ગામમાં દરેક ઘરે એક વ્યકિત જાદુ ટોણા વિધાનો વ્યવસાય કરે છે. ગૌહાટીથી ૪૦ કીમી દૂર આવેલા માયોગમાં ૧૦૦ થી પણ વધુ જાદૂગરો રહે છે. આ ગામના જાદુગરો વિશે એવું પણ માનવામાં આવે છે કે તેઓ હવામાં અલોપ થઇ જવાની કળા જાણે છે. એટલું જ નહીં હિંસક પ્રાણીઓને પણ સંમોહન દ્વારા પાલતું બનાવી દે છે. આજે પણ એવી લોકવાયકા છે કે માયાંગવાસીઓ કોઇ પ્રાણીનું સ્વરુપ પણ ધારણ કરી શકે છે.

એટલું જ નહી માણસને બકરી કે કુતરો જેવા પાલતુ પ્રાણી બનાવી દેવાની કળા પણ જાણે છે.માયોંગ ગામના લોકો આજકાલ નહી આદિકાળથી જાદૂ ટોણાની વિધામાં પારંગત છે.ગામના લોકો પેઢી દર પેઢી જાદુઇ વિધાનું જ્ઞાન ટ્રાન્સફર કરતા હોવાથી આ કળા જીવંત રહી છે. પ્રાચિન જમાનામાં રાજવીઓ માયાવી યુદ્ધથી દુશ્મનને પરાસ્ત કરવાની વિધા શીખવા આવતા હતા. કારણ કે પહેલા દુશ્મનોને પરાસ્ત કરવા તાંત્રિકોનો પણ આશરો લેવામાં આવતો હતો.ગામમાં રહેતા મેલીવિધાના જાણકારો માને છે કે શબ્દોના પ્રભાવથી જ શકિત ઉભી થાય છે.લુકી મંત્ર,ઉડાન મંત્ર એમ દરેક મંત્રને પોતાની આગવી તાકાત હોય છે.જાદુગરો ગુવાહાટી શહેર પાસે નિલાંચલ પર્વતની ટોચ પર આવેલા કામાખ્યા દેવીના મંદિરમાં ખૂબ જ માને છે.અહીં એક મોટો મેળો ભરાય છે જેમાં દેશ ભરમાંથી અનેક તાંત્રિકો ભાગ લે છે.

ગામમાં જાદૂટોણાને લગતું મ્યુઝીયમ તૈયાર કરવામાં આવ્યું છે 

પબિત્રા સેન્ચ્યુરી પાર્ક નજીક  આવેલા માયોંગ ગામની કેટલાક પ્રવાસીઓ પણ કુતુહલ ખાતર મુલાકાત લે છે.ઇસ ૨૦૦૨માં જાદૂ ટોણાની પરંપરા સાથે જોડાયેલી અનેક ચીજવસ્તુઓનું નિદર્શન અને માહિતી આપતું મ્યુઝિયમ ખોલવામાં આવ્યું છે. આ મ્યુઝીયમમાં જાદુ કળાની અનેક ઐતિહાસિક યાદો જોડાયેલી છે. જાદુના રસિયાઓને જુના પ્રાચિન પુસ્તકો કાળા જાદૂને લગતી સામગ્રીઓ મળે છે. મ્યાગમાં આવેલા ૪ મીટર લાંબા ખડક પર કશુંક કોતરેલું છે જે આજ સુધી કોઇ ઉકેલી શકયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.