સુરત આપ ની મહિલા કાર્યકર્તાએ પોતાના જ પક્ષના મહામંત્રીના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ

સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર્તા પાસેથી તેમના જ પતિએ વ્યાજે લીધેલા રૂપિયા ચાર હજારની સામે 10 હજાર રૂપિયાનું માંગણી કરી આમ…

સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર્તા પાસેથી તેમના જ પતિએ વ્યાજે લીધેલા રૂપિયા ચાર હજારની સામે 10 હજાર રૂપિયાનું માંગણી કરી આમ આદમી પાર્ટીના નેતા અને ફાયનાન્સરે સમાજમાં રાજકીય કારકિર્દી ખતમ કરી દેવાની અને સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી હતી. આમ આદમી પાર્ટીના નેતા એવા ફાયનાન્સરની ધાક ધમકીથી ગભરાઈને મહિલા કાર્યકર્તા આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.

પાંડેસરા પોલીસના જણાવ્યા અનુસાર ભેસ્તાનમાં રહેતા મહિલા એક વર્ષથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે સક્રિય રહીને સમાજ સેવાનું કામ કરે છે અને ફેબ્રુઆરી ૨૦૨૧માં સુરત મહાનગરપાલિકાના નગર સેવકની ચૂંટણીમાં વોર્ડ ન-૨૯થી ચુંટણી પણ લડ્યા હતા અને તેમના પતિ અજયભાઈ ઈન્સ્યોરન્સ ઍડવાઈઝર તરીકે નોકરી કરે છે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સપનાબેન ઉપર ગત તારીખ 19મીના રોજ સવારે 11 વાગ્યે ઓળખીતા અલ્તાફ નામના યુવકે ફોન કરી આમ આદમી પાટીમાં ક્યા વોર્ડમાં કોણ કામ કરી આપશે તે બાબતે વાતચીત કરતા હતા, તે વખતે સપનાબેન આમ આદમી પાર્ટીના નેતા જલારામ નગર પાંડેસરા રહેતા ગૌતમ પટેલને કોન્ફરન્સમાં કોલ કરી વોર્ડ નં-૩૦ની કામગીરી બાબતે તેમજ અન્ય ચર્ચાઓ ફોન દ્વારા કરી હતી.

ફોન દ્વારા વાત કરી હતી કે, ગૌતમે તારા પતિ અજય દોઢ વર્ષ પહેલા મારી પાસેથી પૈસા લઈ ગયો છે. તારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે પૈસા નથી અને તું શું માથું ઉચું કરીને બજાર માં ફરે છે તેવું ફોનમાં કહ્યું હતું અને તેઓ માનસિક રીતે પરેશાન થઇ ગાય હતા.સપનાબેને પોતાના પતિને ફોન કર્યા પછી તેમની સાથે ગૌતમ પટેલની પાંડેસરા, પાણીની ટાંકી પાસે આવેલી ઓફિસે મળવા માટે ગયા હતા.

ત્યારે ગોત્તમે કહ્યું છે કે, તારા પતિએ ચાર હજાર લીધા હતા તેના વ્યાજ સાથે દસ હજાર થાય છે. સપનાબેને પુછ્યું કે, આટલી નાની રકમનું છ હજાર વ્યાજ કેવી રીતે થાય?. ગોતમે તેના પ્રત્યુત્તરમાં જવાબ આપ્યો કે, તારા પતિએ અગાઉ મારી પાસે પૈસાની સગવડ નથી તેવા વોટ્સઅપ પર મેસેજ મોકલ્યા છે. આ મેસેજ હું પાર્ટીના કાર્યકરોના ગ્રુપમાં વાયરલ કરી દઈશ અને તારી રાજકીય કારકીર્દી ખતમ કરી નાંખીશ અને તને સમાજમાં બદનામ કરી નાખીશ. તેવું કહેતા મહિલા ગભરાઈ ગયા હતા અને મુદ્લ અને વ્યાજ સાથે દસ હજાર રૂપિયા આપી ઘરે આવી ગયા હતા.

આ સમગ્ર ઘટના બાદ પણ ફરી ગૌતમ પટેલે ફોન કરી કહ્યું કે, ‘તુ મને હજુ બરાબર ઓળખતી નથી, હવે તુ જો, હુ તારી કારકિર્દી કેવી રેતી ખરાબ કરુ છું’ તેવી ધાક ધમકી આપતા ખુબ જ તણાવમાં ચાલ્યા ગયા હતા. સતત બદનામી થવાના વિચારો આવતા માનસિક રીતે પડી ભાગતા ઘરમાં કે઼ડસ્પાની એકસાથે ૨૦ ગોળી ખાઈ લીધી હતી. તેમજ મહિલાએ ડાબા હાથની નસ કાપી લીધી હતી. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે સપનાબેનની ફરિયાદ લઈ ગૌતમ પટેલ સામે ગુનો દાખલ કર્યો હતો. આ સમગ્ર બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *