બે આખલાઓની લડતમાં જિંદગીની જંગ હારી મહિલા, રખડતા ઢોરે અડફેટે લેતા નીપજ્યું દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): આપણે સૌ અવારનવાર રખડતા ઢોરને કારણે થતા અકસ્માત(Accident)ના બનાવો વિશે કોઈના કોઈ માધ્યમથી સાંભળતા હોઈએ છીએ. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે.…

ગુજરાત(Gujarat): આપણે સૌ અવારનવાર રખડતા ઢોરને કારણે થતા અકસ્માત(Accident)ના બનાવો વિશે કોઈના કોઈ માધ્યમથી સાંભળતા હોઈએ છીએ. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો ભાવનગર(Bhavnagar)માંથી સામે આવી છે, જેમાં રખડતા ઢોરની અડફેટે આવતા એક મહિલાનું મોત થતા લોકોમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, ભાવનગરનો પરિવાર ભડી ગામેથી સ્કૂટર ઉપર પાછો ફરી રહ્યો હતો ત્યારે અધેવાડા પાસે ઢોર એ હડફેટે લીધા હતા, જ્યાં મહિલાનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું, ભાવનગર શહેરના ગાયત્રીનગર સામે રહેતા કાજલબેન પંકજભાઈ શિયાળ અને તેનો પરીવાર બાઈક લઈ તા.11/04/2023 ના રોજ ભડી ગામે ધાર્મિક પ્રસંગે જઈ ભાવનગર આવતી વેળા એ અઘેવાડા પાસે ખોડીયાર માતાજીના મંદિર નજીક આખલાઓની જંગ જામી હતી, જ્યારે સાઈડ માં ઉભા રહેલ દંપતિ તથા તેની બાળકી ઉપર આખલા પડ્યા હતા અને મહીલાને માંથાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી.

મહત્વનું છે કે, માંથાના ભાગે ગંભીર ઇજા થતા તેને ભાવનગર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે દિવસ હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે મહીલાને અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું આજરોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વાત કરવામાં આવે તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા થોડા દિવસોથી ઢોર પકડવાની કામગીરી બંધ દેખાઈ રહી છે.

અત્રે  ઉલ્લેખનીય છે કે, રખડતાં ઢોરને કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. સ્થાનિક લોકોએ પણ રખડતાં પશુઓને ત્રાસ દૂર કરવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *