વ્યાજખોરે સગીરા સાથે સેક્સ વિડીયો બનાવી તેની મા સાથે પણ બાંધ્યા શારીરિક સબંધ

અમરેલીમાં વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે. એક પરિવારને પૈસાની જરૂરિયાત હોવાના કારણે તેને સુરા ભરવાડ નામના માણસ પાસેથી પૈસા લીધા હતા ત્યારે સુરા ભરવાડે પરિવારની સગીર વયની દીકરી પર દુષ્કર્મ આચરીને તેનો વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને ભરવાડે સગીરાની માતાને પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી.

iAds

એક રિપોર્ટ અનુસાર અમરેલીના નાગધ્રા ગામમાં રહેતા દલિત પરિવારના પૈસાની જરૂર હોવાના કારણે ગામમાં રહેતા સુરા ભરવાડ પાસેથી 50 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. પૈસાની વસુલાત કરવા માટે સુરો ભરવાડ દલિત પરિવાર પાસેથી સતત કામ કરાવતો હતો. સુરા ભરવાડે વાડી ભાગમાં રાખીને દલિત પરિવાર પાસે સતત કામ કરાવતો હતો. આ ઉપરાંત સુરા ભરવાડે દલિત પરિવારની સગીરવયની દીકરી પર દુષ્કર્મ આચારીને તેનો વીડિયો ઉતાર્યો હતો. વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને સુરા ભરવાડે સગીરાની માતાને પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી.

ત્યારબાદ દલિત પરિવારની સગીરવયની દીકરીને કાજલ અને ગીજુબેન તથા દલસુખની મદદથી સુરા ભરવાડે સાવરકુંડલા, જામ ખંભાળીયા સહિત જુદી જુદી ત્રણ જગ્યાએ લગ્નવાંચ્છુક યુવાન સાથે તેની સગાઇ કરાવી હતી અને તે યુવકો પાસેથી પૈસા અને સોના-ચાંદીના ઘરેણાં પડાવી લીધા હતા. આ ઉપરાંત વ્યાજખોરો પૈસા ની વસુલાત કરવા માટે દલિત પરિવારની સગીર દીકરીને તેના માતા-પિતાની સામે જ અલગ અલગ વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો. સુરા ભરવાડના આ ત્રાસથી કંટાળીને દલિત દંપતી એ વ્યાજખોર સામે સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Trishul News