પત્ની સાથે નાની-નાની વાતોમાં ઝઘડો કરતા પતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો- અહિયાં પત્નીએ પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપી…

લગ્ન બાદ ઘણા લોકોની જીંદગી બની જાય છે, અને ઘણા લોકોની જીંદગી બરબાદ પણ થઇ જાય છે. આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે.…

લગ્ન બાદ ઘણા લોકોની જીંદગી બની જાય છે, અને ઘણા લોકોની જીંદગી બરબાદ પણ થઇ જાય છે. આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. લગ્ન પછી પતી પત્ની વચ્ચે ઝઘડો થતા વાર તલાક સુધી આવી પહોચી હતી. વાત આટલી જ નથી, જયારે પતિએ પત્નીને કહ્યું મારે તલાક જોઈએ છે, ત્યારે પત્નીનું મગજ છટક્યું હતું અને લાલઘુમ થઇ હતી. ગુસ્સમાં ને ગુસ્સામાં પત્નીએ પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને પતિનો પ્રાઇવેટ કાપીને તેલમાં તળી નાખ્યો હતો. 33 વર્ષીય પત્નીની આ ઘટના પછી પોલીસે ધરપકડ કરી હતી.

ક્રિસ્ટીના છેલ્લા ઘણા સમયથી તેના પતિ સાથે રહે છે. આ દંપતી વચ્ચે અવારનવાર નાના મોટા ઝઘડાઓ થતા રહેતા હતા. આ ઘટના બાદ જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોચી ત્યારે પત્નીએ પતિના એવા હાલ કર્યા હતા કે, જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે ઘટના સ્થળે આવીને જોયું ત્યારે તેમને દેખાયું કે, પતીનો મૃતદેહ પડ્યો છે અને તેનો પ્રાઇવેટ કપાયેલો છે. આ જોઇને પોલીસને પણ ધોળે દિવસે આંખે અંધારા આવી ગયા હતા. પત્નીએ પતિના પ્રાઇવેટ પાર્ટને કાપીને તેલમાં તળી નાખ્યો હતો.

મળતી માહિતી અનુસાર આ કપલ્સ વચ્ચે તલાકને લઈને મોટો ઝઘડો ઉભો થયો હતો. છેલ્લા 10 વર્ષથી સાથે રહેતા આ કપલ્સ વચ્ચે અચાનક ઝઘડાઓ થવા લાગ્યા હતા. ઝઘડાઓ વધતા બંને થોડો સમય એકબીજાથી અલગ પણ થયા હતા પરંતુ થોડા સમય પહેલા જ ફરીએકવાર બંને ભેગા થયા હતા.

પોલીસને તેના ઘરના રસોડામાંથી ધારદાર હથિયાર પણ મળી આવ્યું હતું. આ દંપતીને આઠ વર્ષનો એક દીકરો અને પાંચ વર્ષની એક દીકરી પણ છે. બંને દંપતીઓ એક રેસ્ટોરન્ટ ચલાવતા હતા. અને આજે આ હસતા ખેલતા પરિવારને કોઈની નજર લાગી હતી અને વહેલી સવારના ચાર વાગ્યે પતિનો કથિત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સુત્રોએ જણાવ્યું છે કે, પતિની આવી હાલત કરનાર તેની પત્ની જ છે. પત્નીએ વહેલી સવારમાં પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના મામલે પોલીસ વધારે શોધખોળ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *