ગાંધીનગરમાં રાત્રે ચાલવા નિકળેલી ડોક્ટર યુવતી છેડતી કરનારને ઢસડીને રોડ પર લાવી ને……

Published on: 6:48 pm, Thu, 16 May 19

ગાંધીનગર: યુવતી રાત્રે 9 વાગ્યાની આસપાસ સેક્ટર-7માં હોસ્પિટલ સામે વોકિંગ કરવા નીકળી હતી ત્યારે અચાનક પાછળથી એક શખ્સ ચાલતો-ચાલતો આવ્યો હતો જેથી યુવતી ખસી ગઈ હતી. થોડે આગળ ગયા બાદ તે યુવક પરત ફર્યો અને સામેથી ચાલીને આવતી યુવતીના નિતંબના ભાગે હાથ ફેરી છેડતી કરવા લાગ્યો હતો.

સેક્ટર-7માં રહેતી અને ચિલોડામાં સીઆરપીએફની હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર પર ફરજ બજાવતી મહિલા ડોક્ટર તેના ઘરની નજીક ફૂટપાથ પર રાતે વોકિંગ કરી રહી હતી. ત્યારે સામેથી એક યુવક આવ્યો અને યુવતીના નિતંબ પર હાથ ફેરવી છેડતી કરવા લાગ્યો હતો.

યુવતીએ આ શું કરે છે કહેતા યુવક ભાગવા લાગ્યો હતો. પરંતુ યુવતીએ હિંમતભેર તેને ઝડપી અને ઢસડીને રોડ પર લઈ આવી હતી. ડોક્ટર યુવતીએ યુવકને પકડતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતાં. ત્યાર બાદ સમગ્ર ઘટનાની જાણ કરાતાં સેક્ટર-7 પોલીસ આવી પહોંચી અને છેડતી કરનાર રોમિયોની ધરપકડ કરી હતી.

યુવતી રાત્રે 9 વાગ્યાની આસપાસ સેક્ટર-7માં હોસ્પિટલ સામે વોકિંગ કરવા નીકળી હતી ત્યારે અચાનક પાછળથી એક શખ્સ ચાલતો-ચાલતો આવ્યો હતો જેથી યુવતી ખસી ગઈ હતી. થોડે આગળ ગયા બાદ તે યુવક પરત ફર્યો અને સામેથી ચાલીને આવતી યુવતીના નિતંબના ભાગે હાથ ફેરી છેડતી કરવા લાગ્યો હતો.

યુવતીએ આ શું કરે છે કહેતા યુવક હસવા લાગ્યો હતો અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ હિંમત બતાની તેના શર્ટનો કોલર પકડી લીધો હતો. યુવકે પોતાને છોડાવવાની કોશિશ કરતા યુવતી તેને ઢસડીને રોડ પર લઈ આવી હતી.

રોડ પરથી પસાર થતાં લોકો ભેગા થઈ ગયા હતાં અને યુવકને ઝડપી લીધો હતો. ત્યાર બાદ પોલીસને જાણ કરાતા સેક્ટર-7 પોલીસ આવી પહોંચી હતી. છેડતી કરનાર યુવકનું નામ પુછતા ધર્મેશચન્દ્ર કિશોરચન્દ્ર મહેતા હોવાનું જણાવ્યું હતું.